સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th May 2023

દેવભુમી દ્વારકા જીલ્લાની સરકારી શાળાઓ અને ખંભાળીયા પાલીકા સંચાલીત શાળાનું ધો.૧૦ બોર્ડનું ઉત્‍કૃષ્‍ઠ પરિણામ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૬ : ધો.૧૦ના પરીણામમાં દ્વારકા જીલ્લાની સરકારી શાળાઓ કસ્‍તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયોએ મેદાન માર્યુ છે.

જીલ્લાની નવ શાળાઓમાંથી માત્ર રપ જ છાત્રાઓ નાપાસ થઇ હતી.

આરંભડા શાળાનું પરીણામ ૪પ.૪પ ટકા, સુર્યાવદર શાળાનું ૭૭.ર૭ ટકા, ભાટીયા શાળાનું ૮૩.પ૦ ટકા, મોટી ખોખરી શાળાનું ૮૪.ર૧ ટકા, વડત્રા શાળાનું ૮૪.૩૭ ટકા, ધીણકી શાળાનું ૮૭.૦પ, દ્વારકાનું ૯૦ ટકા, વિંઝલપર અને કલ્‍યાણપુરનું ૧૦૦-૧૦૦ ટકા પરીણામ આવ્‍યું છે.

દેવભુમી દ્વારકા જીલ્લા શિક્ષણાધીકારીની એસ.જે.ડુમરાળીયા તથા   એજયુ. ઇન્‍સપેકટર વિમલભાઇ સાતા દ્વારા તમામને અભિનંદન પાઠવ્‍યા હતા.

ખંભાળીયા પાલીકા સંચાલીત દા.સુ. ગર્લ્‍સ હાઇસ્‍કુલનું પરીણામ ધો.૧૦નું ૬પ.૪૪ ટકા આવેલું છે. શાળામાં કુલ ૧૯૧ છાત્રાઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧રપ છાત્રાઓ પાસ થતા ૬પ.૪૪ ટકા પરીણામ આવ્‍યું હતું.

શાળાની છાત્રા નકુમ માધવી સુરેશભાઇને ૯૭.૪૦ પીઆર, નકુમ માનસી પ્રદીપભાઇને ૯પ.પ૪ પી.આર તથા વિસાવાડીયા નેહા કિશોરભાઇને ૯૪.૮૦ પી.આર. આવ્‍યા હતા.

પાલીકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય તથા ચીફ ઓફીસર ભરતભાઇ વ્‍યાસ દ્વારા ઉર્તીણ છાત્રાઓને અભિનંદન અપાયા હતા.

(1:18 pm IST)