મોરબીના જેતપર રોડ ઉપર ટ્રકે બાઇકને ઉલાળતા પરપ્રાંતીય મહિલાનું મોત
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૮ : મોરબીના જેતપર રોડ પર ટ્રકે બાઇકને ᅠહડફેટે લેતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
નાગડાવાસ ગામે દાનાભાઈ મિયાત્રાની વાડીમાં રહેતા ભીલસિંગ ભવાનસિંગ વસુનીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેનના ચાર વર્ષના દીકરા જીગ્નેશને તાવ આવતો હતો. જેથી બહેનના સાસુ બુધીબેને દવાખાને દવા લેવા માટે જવાનું કહેતા ભીલસિંગ તેમના શેઠનું બજાજ કંપનીનું પ્લેટી મોટરસાયકલ રજીસ્ટરᅠજીજે ૦૩-ડીએફ-૭૧૧૫ᅠલઈને તેમની બહેનના સાસુ ૪૦ વર્ષીય બુધીબેન અને તેમની બહેનના ચાર વર્ષીય દીકરા જીગ્નેશ સાથે જેતપર રોડ પર આવેલ પાવડીયારી પાસે દવાખાને દવા લઈને નાગડાવાસ તરફ પરત આવતા હતા. ત્યારે પાવડીયારી બસ સ્ટોપથી આગળ લોરેન્સ સીરામીક પાસે પહોંચતા આરોપી ટ્રક ટેલરᅠઆરજે-૫૨-જીબી-૦૦૩૧ᅠત્યાંથી પુરપાટ વાગે પસાર થયો હતો અને એકદમ કાવો મારતા તેણે ભીલસિંગના મોટરસાયકલને હડફેટે લેતા બુધીબેનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજયું હતું તો ટ્રેલર ચાલક વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે.