સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th July 2021

મેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા

વેરી-મોતીસર-ધોકાધ્રોઇ-ફલઝર-૧-વાડીસંગ-ફલઝર (કો.બા.) ઓવરફલો થતા પાણી પાણી : દ્વારકા-પોરબંદર જીલ્લાના ડેમોમાં કોઇ વધારો નહીઃ ભાદર-આજી-ન્યારીની સપાટીમાં પણ વધારો : રાજયનાં ર૦૬ ડેમમાંથી ૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ૧૩ ડેમ તો પ૦ થી ૭૦ ટકા વચ્ચે ૧૭ ડેમોમાં નવા નીરઃ ત્રણ ડેમો હાઇએલર્ટ પરઃ ૭ ડેમોને એલર્ટ અપાયું: ૬ ડેમો અંગે ચેતવણીઃ અમરેલીનો ધાતરવાડી-સૂરજવાડી- અને દ્વારકાનો કાબરકા ડેમ હાઇએલર્ટ પર ભાવનગરનો પીંગલી-ગીર સોમનાથનો-રાવલ, મોરબીનો મચ્છુ-૩, રાજકોટનો આજી-ર સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ અંગે એલર્ટ અપાયું: જયારે અમરેલીનો મુંજીયાસર-ભાવનગર જીલ્લાના ખારો અને શેત્રંુજી, બોટાદનો ખંભાડા, કચ્છનો કાલાઘોઘા, અને મોરબીના ધોકાધ્રોઇ ડેમ અંગે ચેતવણી જાહેરઃ દરેક લેકટરો-સિંચાઇને સાવચેત કરાયા

રાજકોટ તા. ર૬ :.. સતત ર૪ કલાકની મેઘસવારીને લીધે મેઘરાજાએ રાજકોટ-મોરબી-જામનગર-સુરેન્દ્રનગરના ૩૪ ડેમોમાં ૦ાા ફુટથી ૧૩ ફુટ જેવા નવા પાણી ઠાલવતા એક રાતમાં નળીયા ફાટક ડેમોમાં પાણી હિલોળા લેવા માંડયા છે, એમાં પણ વેરી, મોતીસર ધાકાધ્રોઇ, ફલઝર-૧, વાડીસંગ, ફલઝર (કો. બા.) આ ૬ ડેમો ઓવરફલો થતા ચોમેર પાણી-પાણી થઇ પડયું છે, ડેમોમાં નવા પાણી ઠલવાતા લોકો જગતનો તાત ખુશખુશાલ બન્યા છે, રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-આજી-૧, ન્યારી-૧ માં ૦ાા થી રાા ફુટ જેવુ નવુ પાણી એક રાતમાં ઠલવાયું છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ      ર૪ કલામાં       હાલની સપાટી

        વધારો ફુટમાં   ફુટમાં

ભાદર  ૦.૪૯  ૧૮.૦૦

મોજ    ૧૧.૯૧ ૩૬.૭૦

ફોફળ  પ.રર   ૧૦.૧૦

વેણુ-ર  પ.૪૧  ૧૯.૪૦

આજી-૧ ૦.૬ર   ૧પ.૮૦

આજી-ર ૪.૯ર   ર૧.૭૦

સોડવદર       ૮.ર૦   ૧૩.૯૦

ડોંડી    પ.૭૪  -

વેરી    ૩.૩પ  ૯.૭૦

                (હાઉસ ફુલ)

ન્યારી  ર.૯પ  ૧૮.ર૦

ન્યારી-ર        ૩.ર૮   ૧૩.૮૦

મોતીસર        ૮.પ૩  ૧૪.૮૦

                (છલકાયો)

ખોડાપીર       ૩.૬૧  ૪.૦૦

લાલપરી       ૦.૪૯  ૧૦.૦૦

છાપરવાડી-૧ ૭.પપ    ૧ર-૦૦

છાપરવાડી-ર ૯.૮૩     ૪.૧૦

ભાદર-ર        ૬.૦૭  ૧ર.૮૦

મોરબી જીલ્લો

મચ્છુ-૧ ૧.૯૪  ૧૯.૪૦

મચ્છુ-ર ૧.૯૭  રર.૯૦

ડેમી-૧  ૧૦.૭૬ ૧૬.૯૦

ડેમી-ર  ૧.૩૧  ૮.પ૦

ધોડાધ્રોઇ       ૩.૪૪  ૧૬.૦૦

                (છલોછલ)

બંગવડી        ૧ર.૪૩ ૮.૭૦

બ્રહ્મણી ૦.૪૬  ૧૩.૯૦

બ્રાહ્મણી-ર      ૧.૬૪  ૧ર.૯૦

ડેમી-૩  ૪.ર૭   --

જામનગર જીલ્લો

ફલઝર-૧       ૬.૯૬  રર-૦૦

                (ઓવરફલો)

ફોફળ-  ૬.૮૯  ૯.૪૦

ઉંડ-૩  ૯.૦૯  ૯પ૦

આજી-૪ ૪.૯ર   ૮.૪૦

ઉંંડ-૧ ૮.પ૦  ૧પ.૬૦

ઉંડ-ર   ૧.૯૭  --

વાડીસંગ        ૮.ર૭   ૧ર.રપ

                (ઓવરફલો)

ફલઝર ૯.૩પ  ર૧.ર૦

(કો.બા.)                (છલોછલ)

ઉમીયાસાગર ૦.૩૩     ૯.૯૦

સુરેન્દ્રનગર જીલ્લો

વાંસલ  ૦.૩૩  ૩.૦૦

ત્રિવેણીઠાંગા ૦.૪૯      ૭.પ૦

(11:09 am IST)