સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th July 2021

પાકિસ્તાનથી આવેલા મોરબી સ્થાયી થયેલા માલધારી સમાજના પરિવારોની મુલાકાત લીધી

મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજવામાં આવી હતી ત્યારે પાકિસ્તાનથી આવેલા માલધારી પરિવારોની પણ મુલાકાત લીધી હતી
પાકિસ્તાનથી આવેલ અને વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા માલધારી સમાજના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને તેની સમસ્યા જાણી હતી જે પ્રસંગે મોરબી માલધારી સમાજના આગેવાનો રમેશભાઈ, મનસુખભાઈ, અમીતભાઈ , ધારાભાઈ હરેશભાઇ તથા બેચરાજીથી કારણભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતા

(2:56 pm IST)