સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 26th September 2021

રાજ્યકક્ષાની રાયફલ શૂટિંગ સ્પર્ધામાં મોરબીની નીવ્યા પટેલે સિલ્વર મેડલ જીત્યો.

અમદાવાદમાં યોજાયેલ સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતભરના ૬૦૦ જેટલા શૂટર્સ દ્વારા ભાગ લેવાયો હતો

મોરબી :  તાજેતરમાં ૫૭ મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન અમદાવાદ મીલીટરી એન્ડ રાયફલ ટ્રેનીંગ ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરના ૬૦૦ જેટલા શૂટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં મોરબીની નીવ્યા દીપભાઈ પટેલે સપોર્ટ પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેઓએ ૩૦૦ પોઈન્ટમાંથી ૨૪૩ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીતીને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે

તેમજ ૨૦૨૦ માં સુરેન્દ્રનગર જીલ્લા રાયફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં પણ નીવ્યા પટેલે ટ્રેપશૂટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો મોરબી જીલ્લામાં પ્રથમ મહિલા રાયફલ અને પિસ્તોલ શૂટર્સ સિધ્ધિઓ પ્રાપ્ત કરી અંદરપા પરિવારની મહિલાએ પટેલ સમાજનું નામ રોશન કર્યું છે તેઓ મૂળ હરીપર (કે) ગામના વતની છે.

(10:13 pm IST)