પોરબંદરમાં ગેરકાયદે દુકાનના બાંધકામ ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવી પેશકદમી હટાવી
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬ : રીવરફ્રન્ટ નજીક ખુલ્લી જગ્યામાં ગેરકાયદે બાંધકામ સ્થળે નગરપાલિકાના દબાણ હટાવ ટીમ દોડી જઇને ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવીને પેશકદમી દૂર કરી હતી.
રીવરફ્રનટ પાસે ખુલ્લા પ્લોટમાં ગેરકાયદે દુકાનનું બાંધકામ અને દુકાન માટેનું ફર્નીચર જાહેર રોડ ઉપર અડચણ થાય તે રીતે મુકવામાં આવ્યાની જાણ નગરપાલિકાને કરવામાં આવતા પાલિકાના એન્જીનીયર વિભાગ સીનીટેશન વિભાગ અને માર્કેટીંગ વિભાગની બનેલી દબાણ હટાવ ટીમે ગેરકાયદે દુકાનના બાંધકામ ઉપર બુટલેગર ફેરવીને પેશકદમી હટાવી હતી.
પાલિકાની દબાણ હટાવ ટીમ દુકાનના માલીકને સ્વેચ્છાએ દબાણ હટાવવા સમજાવેલ ત્યારે રસ્તા ઉપર પડેલા ફર્નિચર સહિતનો સામાન ઉપાડી લીધો હતો અને દુકાનનું ગેરકાયદે બાંધકામ બંધ કરવા સામે રકઝક કરી હતી ત્યારબાદ ગેરકાયદે દુકાનના બાંધકામ ઉપર બુલડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરવામાં આવી હતી.