સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

કોટડાસાંગાણી પંથકની સગીરાના દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ -છૂટકારો

રાજકોટ,તા. ૨૫ :કોટડાસાંગાણીની સગીરાને અપહરણ દૂષ્ક્રર્મના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો ગોંડલ સેસ્ન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

કોટડા સાંગાણીની ૧૪ વર્ષ ની સગીરાને ગોંડલ તાલુકાના મેસપર ગામના સંજય મનસુખભાઈ ડાભી એ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને લઇ ગયેલ છે તે સબબ ની કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોધાઈ હતી આરોપી વિરુદ્ઘ આઈ.પી.સી કલમ ૩૬૬ તેમજ પોકસો એકટ કલમ ૪ અને ૬ મુજબ નો ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરવામાં આવેલ અને નામદાર ગોંડલ સ્પે.પોકસો સેસ્ન્સ કોર્ટ માં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપી ને જેલ હવાલે કરવામાં આવેલ હતો

ત્યારબાદ આરોપી વિરુદ્ઘ કોટડા સાંગાણી પોલીસ દ્વારા ગોંડલ સ્પે.પોકસો સેસ્ન્સ કોર્ટમાં ચાર્જ શીટ રજુ કરતા નામદાર કોર્ટ માં આરોપી સામે નો કેસ કમીટ કરી ચાર્જ ફ્રેમ કરી કેસ ચાલવામાં આવેલ હતો પ્રોષિકયુશન દ્વારા પંચો તથા સાક્ષી ઓ ના પુરાવા લેવમાં આવેલ હતા આરોપી ના વકીલ દ્વારા આ કેસ ના મહત્વના સાક્ષી તરીકે ભોગ બનનાર તેમજ ફરિયાદી ના નિવેદનો ની ઊલટ તપાસ કરી આ કેસ ને લગતી હકીકત નામદાર કોર્ટ ને ધ્યાને મુકવામાં આવેલ હતી પ્રોષિકયુશન તેમજ બચાવ પક્ષ ના વકીલ દ્વારા આ કેસ ના તમામ સાક્ષી ઓ તપાસી જતા કેસની ફાઇનલ દલીલ કરવામાં આવેલ હતી જેમાં બચાવ પક્ષ ના વકીલ વિજયરાજસિહ એસ જાડેજા દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે ભોગ બનનાર સાથે દૂષ્ક્રર્મ થયેલ નથી તેમજ પોકસો એકટ ૪ અને ૬ મુજબ નોં ગુનો બનતો ન હોય તેમજ નામદાર ઉચ્ચ અદાલત ના સાઈટેશન રજુ કરવામાં આવેલ હતા જેથી નામદાર કોર્ટ દ્વારા બન્ને પક્ષો ની દલીલ સાંભળી આરોપી ના વકીલ ને દલીલ ગ્રાહ્ય રાખી રૂપિયા ૧૦૦૦૦ ના જામીન લઇ આરોપી ને આ કેસ માથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે

આ કામ માં આરોપી ના વકીલ તરીકે વિજયરાજસિહ સુધીરસિહ જાડેજા રોકાયેલ હતાં

(10:04 am IST)