સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

ગોંડલના સાયકલીસ્ટોએ ચેન્નઈથી પોંડીચેરી સાયકલયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીઃ પોંડીચેરીના ગૃહમંત્રી દ્વારા સન્માનઃ શહેરનું નામ કર્યુ રોશન

યુથ હોસ્ટેલ એસોસીએશન ઓફ ઈન્ડીયા દ્વારા તાજેતરમાં ચેન્નઈથી પોંડીચેરી સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ગોંડલ સાયકલ હેલ્થ કલબના પાયાના પથ્થર એવા મનિષભાઈ ઝાટકીયા, બાબાલાલ પટેલ (ઉંદ્યોગભારતી), મહેશભાઈ દુધાત્રા, મોન્ુટભાઈ ગોહેલ જોડાયા હતા અને સફળતાપૂર્વક મિશન પાર પાડયુ હતું. સફળતાપૂર્વક ઈવેન્ટ પૂર્ણ કરવા બદલ પોંડીચેરીના ગૃહમંત્રી એ. નામાસાયવાયમ દ્વારા તેઓનું સર્ટીફીકેટ અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતું. ગોંડલના કુલ ચાર સાયકલીસ્ટોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો અને ગોંડલનું નામ રોશન કર્યુ હતું. તેઓને આ સફળતા બદલ તેઓ ઉંપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ સાયકલ ઈવેન્ટમાં દેશભરમાંથી કુલ ૫૪ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. ગોંડલમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે નિયમીત રીતે સાયકલ કલબ ચાલી રહી છે અને તેમાં વધુને વધુ લોકો જોડાય રહ્યા છે. ગોંડલના સાયકલીસ્ટ અને ઉંદ્યોગપતિ મનિષભાઈ ઝાટકીયાએ અત્યાર સુધીમાં અનેક પ્રકારની સાયકલ ઈવેન્ટમાં ભાગ લઈ ગોંડલનું નામ ગુંજતુ કર્યુ છે.

 

(10:03 am IST)