સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

પાલીતાણાના જામવાળીમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્યના પરિવાર ઉપર હુમલો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૫ : પાલીતાણા તાલુકાના જામવાળી-૧ ગામે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય તુલશીભાઇ બીજલભાઇ ચૌહાણના પરિવાર ઉપર કેટલાક શખ્સો હુમલો કરી નાસી છૂટયા હતા.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે આ બનાવ અંગે હજુ પોલીસ ફરીયાદ નોંધાઇ નથી. જાણવા મળતી વિગતો મુજબ હુમલાખોરોએ આગામી ગ્રામ પંચાયત - સરપંચની ચૂંટણીમાં તમારે ફોર્મ ભરવાનું નથી તેમ કહી હુમલો કર્યો હોવાનું અને અગાઉની ચૂંટણીની વેરઝેરને કારણે આ બનાવ બનવા પામ્યો છે.

(11:38 am IST)