સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

પોરબંદર ખારવા સમાજના પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગણી

ખારવા સમાજની શુભેચ્છા મુલાકાતે આવેલા રાઘવજીભાઇ પટેલ, રમેશભાઇ ધડુક, બાબુભાઇ બોખીરીયા તથા કિરીટભાઇ મોઢવાડીયાને રજુઆત

પોરબંદર તા. રપઃ જીલ્લાનાં પ્રભારી કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ સભ્ય રમેશભાઇ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા તાજેતરમાં ખારવા સમાજની શુભેચ્છા મુલાકાતે આવેલ હતા. ત્યારે માચ્છીમારોનાં પડતર પ્રશનો જેવા કે બોટ પાર્કિંગની સમસ્યા અને તુટેલ જેટીઓનાં કામો વહેલી તકે પુરા કરવા અંગે લેખીત તથા મૌખીક રજુઆત ખારવા સમાજ તથા બોટ એસોસીએશન દ્વારા કરવામાં આવેલ હતી.

જે રજુઆતનાં અનુસંધાને રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજય સભાનાં સાંસદ સભ્ય રામભાઇ મોકરીયા, સાંસદ સભ્યશ્રી રમેશભાઇ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ મોઢવાડીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, નગરપાલીકા પ્રમુખ સરજુભાઇ કારીયા આગેવાનીમાં પોરબંદર સમસ્ત ખારવા સમાજનાં વાણોટ પવનભાઇ શિયાળ, ઉપપ્રમુખ વિનોદભાઇ  બાદરશાહી, અધ્યક્ષ રણછોડભાઇ શિયાળ, ટ્રસ્ટી અશ્વિનભાઇ એમ. જુંગી, ટ્રસ્ટી દિપકભાઇ જુંગી, પટેલ મનિષભાઇ શિયાળ તથા પંચ પટેલ-ટ્રસ્ટીશ્રીઓ, શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઇ પાંજરી, ઉપ પ્રમુખ દેવુભાઇ સોનેરી તથા કમિટિ મેમ્બર્સ, સાગર શકિત સેવા ટ્રસ્ટનાં જીતુભાઇ ભરાડા, હિરાલાલભાઇ ખોખરી, વિજયભાઇ કોટિયા, નરેન્દ્રભાઇ મુકાદમ, લધુભાઇ સોનેરી, માચ્છીમાર સેલ કન્વીનર વિશાલભાઇ મગઢવી, કાનજીભાઇ મુકાદમ સહિત આગેવાનો સાથે ગાંધીનગર ખાતે ફિશરીઝ અને જી.એમ.બી.નાં અધિકારીઓ સાથે મીટીંગ રાખવામાં આવેલ હતી અને આ મીટીંગમાં માચ્છીમારોનાં પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવતા બાકી રહેલ કામો તાત્કાલીક ધોરણે પુરા કરવા માટે ખાત્રી આપવામાં આવેલ છે.

આ ખાતરી બાદ મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા ત્યાં ખારવા સમાજનાં પ્રમુખ પવનભાઇ શિયાળ તથા માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઇ પાંજરી દ્વારા મૌખીક રજુઆત ફેઇઝ-ર અને બોટ પાર્કિંગની સમસ્યા માટે માચ્છીમાર બોટ માલિકને પડતી મુશ્કેલીઓ અંગે વિસ્તારથી કરતા મુખ્ય મંત્રીશ્રીએ આ રજુઆતને ધ્યાને લઇને રૂ. ૬૧ કરોડ બોટ પાર્કિંગ અને ડ્રેજીંગનાં કામો માટે મંજુર કરવામાં આવેલ છે. તેમજ નવું ફિશરીઝ હાર્બર ફેઇઝ-ર લકડી બંદર વિસ્તારમાં બનાવવામાં આવે તેવી રજુઆત કરતા મુખ્ય મંત્રીશ્રી એ માચ્છીમારો જયાં કહેશે ત્યાં જ ફેઇઝ-ર બનાવવામાં આવશે. અને એફ.આર.પી.હોડી (પીલાણા) ને મળતી સબસીડી અંગે માનનીય મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઇ ચૌધરી સાથે ચર્ચાઓ કરતા મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી દ્વારા જે એફ.આર.પી. હોડી (પીલાણા) ધારકોને મળતી રૂ. રપ ની સબસીડીમાં વધારો કરી ને હવેથી રૂ. પ૦ સબસીડી આપવામાં આવશે તેમજ પેટ્રોલથી ચાલતા ઓ.બી.એમ. મશીન ધારકોને પણ રૂ. પ૦ ની સબસીડીનો લાભ મળે તેવી રજુઆત કરવામાં આવેલ છે.

(12:32 pm IST)