સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

પોરબંદરમાં લાંબા સમય બાદ કોરોનાના ૩ કેસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૫: લાંબા સમય બાદ શહેરમાં કોરોનાએ માથુ ઉંચકતા કોરોના પોઝીટીવના ૩ નવા કેસ કોવીદ હોસ્પીટલમાં આવ્યા છે.

દિવાળી તહેવારો પહેલા કોરોનાના કેસ આવ્યા હતા. ત્યાર પછી લાંબા સમય બાદ કોરોનાપોઝીટીવના ૩ કેસ આવ્યા છે.

શહેરના વાડી પ્લોટ બેન્ક ઓફ બરોડા શાખાનો મેનેજર તથા સ્ટાફના કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી જતા ત્રણેયની તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવી છે.  દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના ૩ કેસ આવતા ચિંતા વ્યાપી ગઇ છે. ત્યારે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવુ, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ સહીત કોરોના માર્ગદર્શિકાનો અમલ કરવા લોકો જાગૃત બને તે જરૂરી બન્યું છે.

(12:29 pm IST)