સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

ઉનામાં ગાડીનું રિપેરીંગ કામ કરતા યુવાન ઉપર પાઇપ વડે હુમલો

ઉના તા. ૨૬ : શહેરમાં વડલી ચોક પાસે ગાડી રીપેરીંગનું કામ કરતા યુવાન ઉપર ગાડી રીપેરીંગ કરવા બાબતે બોલાચાલી થતાં ૪ લોકોએ લોખંડનો પાઇપ - ડીસમીસથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

વડલી ચોક આગળ ગાડી રીપેરીંગનું કામ કરતા મોસીન મુસ્તાકભાઇ યુસુફભાઇની સાથે સમીર ઉર્ફે દરબાર સલીમ ખોજણને ગાડી રીપેરીંગ કરવા બાબતે માથાકુ થતાં પ્રથમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી સમીર સલીમ, સલીમ ઉસ્માન ખોજદા, શોયબ સલીમ ખોજદા, રફીક ઉસ્માન ખોજદા રહે. તમામ ઉના વાળાએ લોખંડનો પાઇપ તથા લોખંડના ડીસમીસથી માથામાં, શરીરના ભાગે માર મારતા લોહી લુહાણ હાલતમાં ઉના દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. ઉના પોલીસમાં ૪ લોકો સામે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાની ફરીયાદ નોંધાવી હતી.

(10:12 am IST)