સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

કચ્છના કોટડા જડોદર ગામે બાઇક ધીમી ચલાવવાનું કહેતા ભડકો : આગજની - પથ્થરમારો

તંગદિલી વચ્ચે પોલીસ કાફલો તૈનાત : ઇજાગ્રસ્ત વ્યકિત હોસ્પિટલમાં સારવારમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : કચ્છના નખત્રાણા તા.ના કોટડા જડોદર ગામે લગ્ન પ્રસંગ દરમ્યાન ત્યાં ફૂલ સ્પીડથી બાઈક ચલાવનાર યુવાનને બાઈક ધીમી ચલાવવાનું કહેવાના મુદ્દે ભડકો થયો હતો.
ફૂલ સ્પીડથી બાઈક ચલાવતા મુસ્લિમ યુવાને બાઈક ધીમી ચલવવાનું કહેનાર ભરત કાંતિલાલ નાયાણી ઉંપર કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઉંશ્કેરાટભર્યો માહોલ સર્જાયો હતો. મુખ્ય માર્ગ ઉંપર એકઠા થયેલા ગામલોકોએ ઝપાઝપી કરતાં તડાફડી મચી ગઇ હતી.
આક્રોશમાં ત્રણ કેબિન અને ટ્રક ઉંપરાંત હુમલો કરનાર આરોપીના ઘરના દરવાજાને આગ લગાડી પથ્થરમારો કરાયો હતો. દરમ્યાન ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બન્ને બાજુ હાઈવે બંધ કરી મામલો કાબુમાં લેવાની કોશિશ કરી હતી.
ડીએસપી, ડીવાયએસપી સહિત પોલીસ કાફલા એ સાથે મળી ગામમાં બંદોબસ્ત સાથે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ઇજાગ્રસ્ત ભરત નાયાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

(11:12 am IST)