સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

નલીયા ૧૩.૨, અમરેલી ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન

જામનગર ૧૬.૫, રાજકોટ ૧૬.૬ ડિગ્રીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડકમાં વધારો

રાજકોટ, તા. ૨૬ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્ચે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. સવારના સમયે ઠંડકના કારણે ખુશનુમા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.
આજે સવારે કચ્છના નલીયામાં સૌથી વધુ ઠંડી પડી છે. અહીં લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જ્યારે અમરેલીમાં ૧૪ ડિગ્રી, જામનગર ૧૬.૫, રાજકોટમાં ૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે ઠંડકમાં વધારા સાથે શિયાળાની અસર વર્તાઈ છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસર અનુભવાઈ છે.
જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઈ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે. તેમ-તેમ ગરમીની વધુ અસર વર્તાઈ છે અને બપોરના સમયે અસહ્ય ઉંકળાટનો અનુભવ થાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી, લઘુતમ ૧૬.૫ ડિગ્રી, હવામા ભેજ ૬ ૯ ટકા અને પવનની ઝડપ ૨.૮ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર    લઘુતમ તાપમાન
અમદાવાદ    ૧૭.પ ડીગ્રી
અમરેલી    ૧૪.૦  ,,
વડોદરા    ૧પ.૪ ,,
ભાવનગર    ૧૭.૮ ,,
દમણ    ર૧.ર ,,
દીવ    ૧૪.પ ,,
દ્વારકા    ર૦.૬ ,,
ભુજ    ૧૭.૪ ,,
કંડલા    ૧૭.૧ ,,
નલીયા    ૧૩.ર ,,
ઓખા    ર૧.૦ ,,
પોરબંદર    ૧પ.પ ,,
રાજકોટ    ૧૬.૬ ,,
સુરત    ૧૯.ર ,,
વેરાવળ    ૧૮.૬ ,,
જામનગર    ૧૬.પ ,,

 

(11:35 am IST)