સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

દ્વારકાના યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને જિંદગી ટૂંકાવી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૬ :.. ઓખા મંડળના દ્વારકા તાલુકાના વાસઇ ગામે રહેતા ધનાભા પોલાભા માણેક નામના ૩૧ વર્ષના હિન્દુ વાઘેર યુવાને ગઇકાલે ગુરૂવારે કોઇ અગમ્ય કારણોસર શિવરાજપુર ગામની સીમમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક પર રાજકોટથી ઓખા તરફ જઇ રહેલી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ સામરાભા શિવુભા કેરએ દ્વારકા પોલીસને કરી છે.

 

(11:38 am IST)