સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

ઉના ગીર ગઢડા તાલુકાને તોકેતે વાવાઝોડામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતા લોકોને સહાય આપવા ૫ોકાર

 ઉનાઃ ઉના ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામે માજી સરપંચ શાંતિલાલ કિડેચાના અધ્યક્ષ સ્થાને તોકેતે વાવાઝોડામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતા સહાયથી વંચિત લોકોને સહાય આપવા પ્રાંત અધિકારી માં આપ્યું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.  મુખ્યમંત્રીશ્રી ઉના આવેલ હતા તેમના કરોડોની સહાયઙ્ગ આપવાની જાહેરાત પણ કરી હતી ત્યારે પાંચ મહિના કરતાં વધુ સમયગાળો વીતી ગયો છે તાલુકા પંથકના લોકો આજે પણ સહાય માટે કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગઓ જેનું આવા વાવાઝોડા એક ટંમનુ ખાવાનું પણ પાણીમાં પડી ચૂકયું હતું ત્યારે સહાય તો મળી છે પણ અનેક લોકો સહાયથી વંચિત રહ્યા હતા. માજી સરપંચ દ્વારા શાંતિલાલ કિડેચા સહાય બાબતે અગાઉ પણ રજૂઆત કરી હતી ત્યારે અમુક ટકા લોકોને પૈસા મળ્યા હતા અને તેમાંના અમુક ટકા લોકો આજે પણ સહાયની રાહ જોઈ રહ્યા છે પોતાની ખેતી તેમજ ઘરવખરી પાણીમાં પડીને ખાક થઈ ત્યારે માજી સરપંચ શાંતિલાલઙ્ગ કિડેચા અધ્યક્ષ સ્થાને તેમજ પ્રવીણભાઇ ટીડા ભાઈ રાઠોડ ,લખમણભાઇ પટાવાળા પંચાયત ,વિજયસિંહ રાણાભાઈ સરવૈયા,જોરૂભાઈ પુજાભાઈ ખસીયા, વનરાજભાઈ જેમલભાઈ ઝાલા મકવાણા તેમજ ગ્રામજનોઙ્ગ દ્વારા સહાયથી વંચિત લોકોને સહાય આપવા ઉના પ્રાંત કચેરી તેમજ ગીર ગઢડા તાલુકા વિકાસ અધીકારીને રજૂઆત કરવામાં આવી હતી. તે તસ્વીર. (તસ્વીરઃ નિરવ ગઢિયા-ઉના)

(11:40 am IST)