News of Saturday, 26th November 2022
અમરેલી કોંગ્રેસને ઝટકો :પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ રામએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં બાબુ રામ ભાજપમાં જોડાશે
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમરેલી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ રામએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે..ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર મારફતે રાજીનામું આપ્યું છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં બાબુ રામ ભાજપમાં જોડાશે. સભામાં બાબુ રામ સહિત તેમના સમર્થકો અમિતભાઈ શાહના હસ્તે કેસરીયો ધારણ કરશે. |
(8:09 pm IST)