સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th November 2022

સોમનાથ વિસ્તારમાં ૧પ હજારથી વધુ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે કરોડો રૃપીયા વપરાશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૬: સોમનાથ વિસ્તારમાં રહેતા અનેક પરીવારો બહાર હોય તેમજ તેમજ ઝુપડપટીમાં કાચા મકાનોમાં રહેતા ૧પ હજારથી વધારે મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે કરોડો રૃપીયાનો ખર્ચ થશે આવી ચચર્ચાઓથી ભારે ખળભળાટ મચેલ છે.

 વેરાવળ સોમનાથ વિસ્તારમાંથી બહાર ગયેલા હજારો મતદારોને મતદાનના દિવસે બોલાવવા માટે તેમજ આ વિસ્તારમાં અનેક ઝુપડ પટીઓ કાચા મકાનોમાં રહેતા ૧પ હજારથી વધારે મતદારોને વ્હેલીસવારે મતદાન મથક સુધી લઈ જવા માટે ચા નાસ્તો તેમજ આર્થિક વહીવટ કરવો પડે તે માટે કરોડો રૃપીયાનો ખર્ચ થશે દર વખતે ગમે તેવી નાની મોટી ચુંટણી હોય પણ આવા મતદારો ફકત નાણાથી મત નાખે છે તે તમામ રાજકીય પક્ષોને ખબર છે તેના માટે કાર્યકરોની ચુનદા ટીમો જે કામ કરતી હોય તેને અત્યારથી તૈયાર કરવામાં આવે છે કયાં વિસ્તારમાં કેટલા ઝૂપડાઓ છે કેટલા કાચા મકાનો છે તેની અંદર કેટલા વ્યકતીઓ રહે છે મતદાન મથક સુધી લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા તેમજ વ્હેલસવારે ૬ વાગ્યા થી ચા નાસ્તો આપવાનું તેમજ ને આર્થિક વ્યવહાર થયો હોય તે રીતે ચુકવણી થાય છે જેમાં કરોડો રૃપીયાનો ખર્ચ થશે તેવું ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહેલ છે.

મતદારોને લાવવા માટે પ૦૦ થી વધારે નાના મોટા વાહનો દોડાવવા પડશે અમુક જગ્યાએ મૃત્યુ પામેલાઓના મતો નાખવા માટે પણ તૈયારી ગઈ છે આવી ખુલ્લેઆમ કામગીરી માટે પાવરફુલ ચુંટણી પંચ કંઈ કરી શકશે કે નહી તેની ચર્ચા થઈ રહી છે.

સોમનાથ વિસ્તારમાં આ મુદે ભારે ચર્ચા જગાવી છે.

(1:17 pm IST)