News of Saturday, 26th November 2022
પાટણના કોંગ્રેસના ઉમેદવાર ડો. કિરીટ પટેલ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કર વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ
( જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૨૬ : પાટણના કોંગ્રેસના ઉમેદવાર ડો. કિરીટ પટેલ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કર વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં ડો. કિરીટ પટેલે જણાવ્યું છે કે , આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કર દ્વારા પોતાની ઠાકોર સમાજમાં બદનામી થાય તેવા પ્રકારના બનાવટી અખબારી અહેવાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ છે. આ સમાચાર અન્ય સોશિયલ ગ્રુપમાં પણ વાયરલ કરેલ છે.
જેથી તેમની સામે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી કરી છે.
(2:55 pm IST)