સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th January 2023

ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો : રોપ-વે સેવા બંધ કરી દેવાઈ

રોપ-વે સેવા અચોક્કસ મુદત માટે સ્થગિત કરાઈ હોવાથી યાત્રાળુઓ ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા

   જૂનાગઢ : આજ સવારથી જ ગિરનાર  માતાના દર્શને આવેલા લોકોને ભારે પવને  પગથિયાં ચડવા મજબૂર કર્યા છે. હાલ જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, હાલ ગિરનાર પર્વત પર 60 કિમી પ્રતિ કલાકના વેગે પવન ફૂંકાઈ રહ્યો છે તેને  ધ્યાનમાં રાખીને  હાલ મેનેજમેન્ટ તરફથી રોપ વે સેવા હાલ સ્થગિત કરી દેવાઈ છે અને  જ્યાં સુધી પવનનુ જોર ઓછુ નહી થાય ત્યાં સુધી રોપ-વે શરુ થવાની પણ શક્યતા નહિવત રહેલી છે, આ નિર્ણય ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જો કે આ રોપ-વે સેવા અચોક્કસ મુદત માટે સ્થગિત કરાઈ હોવાથી યાત્રાળુઓ ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા. જો કે આ પહેલીવાર નથી કે જયારે  રોપ વે સેવા સ્થગિત થઇ હોય,  આ પહેલા પણ  ભારે પવન અને વરસાદના લીધે  પણ  ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ સ્થગિત થઈ છે. 

(12:15 am IST)