સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

ખંભાળીયામાં રાજકીય અગ્રણીના પુત્રનાં ફેસબુક એકાઉન્ટમાં અજૂગતા ફોટા મુકાતા મામલો ગરમાયો

ચુંટણી આડે એક દિ' બાકી છે ત્યારે ફોટા વાયરલ થતા ભારે ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૭ :  ખંભાળિયા પંથકના અગ્રગણ્ય વેપારી અને વર્ષોથી સતાધારી વર્તુળો સાથે જોડાયેલા તેમજ અનેક હોદ્દાઓ ભોગવી ચુકેલા દંપતિના પુત્રનાં ફેસબુક એકાઉન્ટમાં તેમનો જ ફોટો પ્રફાઇલ ફોટો તેમજ અન્ય પોસ્ટમાં મહિલા સાથેનો અર્ધનગ્ન હાલતનો બિભિત્સ ફોટો અને ચેટીંગના સ્ક્રિન શોટ સામે આવ્યાં છે. જેમાં  વેપારી પુત્રની ગર્લ ફ્રેન્ડ હોવાનું અને તેને તેમની સાથે પ્રોબ્લેમ થયો હોવાથી તેના ફોટા પોસ્ટ કર્યા છે તેવી ચર્ચા છે.  જે પછી વેપારી પુત્રના નામનો વોટસ એપ સ્ક્રિન શોટ પણ સામે આવ્યો છે. જેમાં પણ કેટલીક આશ્ચર્યજનક વાતચીત કરવામાં આવી છે. અને વેપારી પુત્રના કેટલાક ફેમેલી સાથેના ફોટો પણ મુકવામાં આવ્યાં છે. આ સમગ્ર મામલે એવું પણ જણાઇ રહ્યું છે કે, વેપારી પુત્રનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોય શકે છે. પરંતુ તો આ મામલે પોલીસમાં ફરીયાદ પણ કરવામાં આવી નથી.

આથી સવાલ એ પણ ઉપસ્થિત થઇ રહ્યો છે કે, રાજકીય વગ ધરાવતાં વેપારી અગ્રણીએ આ મામલે પોલીસમાં ફરીયાદ કેમ કરી નથી. હાલ તો આ મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.  એક બાજુ ખંભાળિયા પાલિકાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ બનાવના ઘેરા પડઘા પડ્યા છે.

(11:26 am IST)