સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

ગીર સોમનાથ જીલ્લા ક્રિકેટના ખેલાડીઓને માર્ગદર્શન - ૧૧ માસ બાદ પ્રથમ મેચ

પ્રભાસપાટણ તા.૨૭ : ગીર સોમનાથ જીલ્લામાં ૧૧ માસ બાદ ક્રિકેટ મેચ યોજાયો હતો. કોરોના મહામારીને ધ્યાને લઇ અને મેચ મોડી રમાયેલ છે. પ્રથમ મેચ વખતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ના હેડ કોચ બીએઆઇ લેવલ- ૩ અને રણજી ટ્રોફી પ્લેયર દ્વારા ગીર સોમનાથ જીલ્લા ક્રિકેટ એશો.ના યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપેલ.

એસસીએના હેડ કોચ હિતેશ ગોસ્વામીના માર્ગદર્શન પછી કોરોના મહામારીના ૧૧ મહિના પછી અંડર ૧૪ અને ૧૬ ગીર સોમનાથ જીલ્લાના યોજાયેલ મેચમાં પ્રતિક જોશી પ૧ બોલમાં ૧૦૩ રન, નિરવ મિકવાણીના ૫૪ બોલમાં ૯૪ રન અને પ્રથમ કંબલ ૭ ઓવરમાં ૬ વિકેટ તેમજ દર્શન પાણખાણીયાના ૭૦ બોલમાં ૬૪ રન થયેલ.

હિતેશ ગોસ્વામીના માર્ગદર્શનથી ગીરસોમનાથ જીલ્લાના યુવા ખેલાડીઓને મોટો ફાયદો થયો છે તે બદલ તેમનો આભાર માનેલ છે. ગીર સોમનાથ જીલ્લા ક્રિકેટ એશો. ટુંક સમયમાં યુવા ખેલાડીઓ માટે ઇન્ટર સ્કુલ ગેમનુ આયોજન કરશે. જેથી ગીર સોમનાથ જીલ્લાના યુવા ખેલાડી ઓ નાની ઉમરમાં બોર્ડની મેચો રમશે  અને આગળ નીકળે તે હેતુથી આ આયોજન કરવામાં આવશે.

(11:28 am IST)