સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન

મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્ય ઠંડક બાદ અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે. અને આવા વાતાવરણ વચ્ચે ઠંડક અને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.  મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.  ગઇકાલે મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો હતો. જેમાં અમદાવાદમાં ૩૫.૫ ડિગ્રી, ડીસા ૩૫.૨, વડોદરા ૩૫.૨, સુરત ૩૫, રાજકોટ ૩૫.૫, કેશોદ, ૩૪.૮, ભાવનગર ૩૪.૨, પોરબંદર ૩૨, વેરાવળ ૨૯.૫, ઓખા ૨૯, ભુજ ૩૫.૨, નલીયા ૩૧.૨, સુરેન્દ્રનગર ૩૫.૮, ન્યુ કંડલા ૩૨.૭, કંડલા એરપોર્ટ ૩૭, અમરેલી, ગાંધીનગર, મહુવા ૩૫.૮, દિવ ૩૫.૯, વલસાડ ૩૪ અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૩.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૧.૫ ડિગ્રી, લઘુત્તમ ૧૯.૫ ડિગ્રી, ભેજ ૮૩ ટકા અને પવનની ઝડપ ૮.૫ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(12:49 pm IST)