મોરબીમાં ૨ સિરામિક ફેકટરીમાં હજુ પણ આઇટી દ્વારા સર્ચ ઓપરેશન યથાવત
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૭: મોરબીમાં આવેલ સિરામિક ફેકટરીઓમાં આઈટી અને જીએસટી વિભાગ દ્વારા અવારનવાર સર્ચ ઓપરેશન કરી ટેક્ષ ચોરી પકડવામાં આવતી હોય છે ત્યારે કાલે મોરબીની બે સિરામિક ફેકટરીમાં સર્ચ ઓપરેશન ચલાવવામા આવી રહ્યું છે.
બનાવની સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલી કેગ અને ટેકોન એમ બે સિરામિક ફેકટરીમાં સેન્ટ્રલ આઈટી વિભાગ ટીમ પહોંચી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જે સર્ચ ઓપરેશનમાં હિસાબો તપાસવામાં આવી રહ્યા છે અને ટેક્ષ ચોરી બહાર આવે તેવી સંભાવનાઓ સુત્રો વ્યકત કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ ખાતે દરોડા પડ્યા હોય જેના અનુસંધાને મોરબીની સિરામિકમાં પણ સર્ચ ઓપરેશન ચાલતું હોવાનું સુત્રો જણાવે છે. આજે પણ આઇટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત હોવાનું જાણવા મળ્યુ છે.