સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

માનસિક બીમારીથી કંટાળી જઇને જામનગરની મહિલાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: અહીં પટેલ કોલોની વિકાસ ગૃહ સામે રહેતા યશ અશોકભાઈ કટારીયા, ઉ.વ.રર એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સોનલબેન અશોકભાઈ કટારીયા, ઉ.વ.૪પ, રે. પટેલ કોલોની વિકાસ ગૃહ સામે, બ્લોક નં.એ–ર/૪૧, ને માનસીક બિમારી હોય તથા હૃદયરોગથી પીડાતા હોય જેથી આ બિમારીથી કંટાળી જઈ પોતાના ઘરે પોતાની જાતે પંખા સાથે દુપટ્ટા વડે ગળા ફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

બિમારી સબબ મહિલાનું મોત

અહીં હર્ષદમીલની ચાલી પાસે રહેતા રમેશ મુળજીભાઈ વાઘેલા, ઉ.વ.૪પ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ભારતીબેન જીવાભાઈ લાખાભાઈ બારૈયા, ઉ.વ.પર, રે. મહાવીરનગર, હર્ષદમીલની ચાલી પાસે, જામનગરવાળાને છેલ્લા દશેક વર્ષથી ડાયાબીટીસ બીપી શ્વાસ જેવી બિમારી હોય જે બિમારી સબબ જી.જી.હોસ્પિટલમાં દાખલ થયેલ હોય બાદ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવાની ના કહેતા માર માર્યો

 ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રવિરાજસિંહ તેજુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છેકે, જૂની નગરપાલિકા મુકેશ મંડપ સર્વીસ પાસે આવેલ આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના એ.ટી.એમ.માં ફરીયાદી રવિરાજસિંહ ગાર્ડની નોકરી પર હોય ત્યારે આરોપી બ્રીજરાજસિંહ વનરાજસિંહ જાડેજા સ્વીફટ ડીઝાયર લઈ આવી પોતાનું એ.ટી.એમ. કાર્ડ આપી કહેલ કે પૈસા ઉપાડી આપો આરોપી બ્રીજરાજસિંહને ના કહેતા આરોપી બ્રીજરાજસિંહ એકદમ ઉશ્કેરાઈજઈ ગાળો આપી શરીરે

ઢીકાપાટુનો મારમારી શરીરે તથા ડાબા હાથમાં મુઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

બીયરના જથ્થા સાથે ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. યશપાલસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ઓશવાળ કોલોની શેરી નં.–રમાં મધુરમ એપાર્ટમેન્ટ, જામનગરમાં આરોપી ભરત ઉર્ફે કબુતર લક્ષ્મીદાસ ખીચડા, રે. જામનગરવાળો પોતાના ફલેટમાં બીયર ટીન નંગ–૪પ મળી આવેલ છે જે એક બીયરની કિંમત રૂ.૧૦૦ લેખે ૪પ બીયર ટીનના કુલ રૂ.૪પ૦૦/– તથા રીયલમી કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– તેમજ એક આઈટેલ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.૧૦,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો ઝડપાયો : એક ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રભાઈ હંસરાજભાઈ વૈષ્ણવ એ ફરીયાદ નોધાવી છે કે, દિપક ટોકીઝ બાજુમાં ચૌહાણફળી સામે યમુના અગરબતીની દુકાન પાસે જાહેર રોડ પર આરોપી વૈભવ રમેશભાઈ ચતવાણી એ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમ રન સ્કોર જોઈ ફરાર આરોપી પિન્ટુ પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૮૧૦૦/– તથા વી.વો.–વી–૧૯ એડ્રોઈડ મોબાઈલ કિંમત રૂ.૧૦,૦૦૦/–સાથે મળી કુલ રૂ.૧૮,૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:55 pm IST)