ધોરાજીમાં ૨૭૬ બોટલ દારૂ સાથે ૨ શખ્સોની ધરપકડ
ધોરાજી,તા.૨૭ : ધોરાજી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૭૬ બોટલ સાથે શખ્સોને ઝડપી લીધા રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસીંગ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમા પ્રોહી જુગારની પ્રવળતી નેસ્તનાબુદ કરતા પ્રોહી જુગારની ડ્રાઇવ રાખેલ હોઇ જે અન્વયે જેતપુર ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ ના માર્ગદર્શન હેઠળ તથા ધોરાજી પોસ્ટેના પો.ઇન્સ એ.બી.ગોહિલ ની રાહબરી હેઠળ ધોરાજી પોસ્ટેના પો.સબ ઇન્સ પી.કે.શામળા સા.તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગારની કામગીરીમા હતા દરમ્યાન બાતમીરાહે ચોકકસ હકીકત મળેલ કે એક એસ્ટીમ VXI ગાડી નંબર GJ 01 HM 8728 વાળી જેતપુર તરફથી ધોરાજી મા ઇગલીસદારૂ ભરી આવે છે તેવી ચોકકસ અને ભરોસાપ્રત હકિકત મળતા ધોરાજી જેતપુરોડ ઉપર વોચમા રહેતા ઉપરોકત વર્ણન વાળી એસ્ટીમ કાર આવતા તેને રોકી ચેક કરતા કારમાંથી બે ઇસમો ૨૩ પેટી ઇગ્લીસદારૂ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપી જયેશભાઇ રૂખડભાઇ બાંભવા જાતે ભરવાડ ઉ.વ.૨૮ રહે.ધોરાજી લાલશાબાપુની દરગાર પાછળ રાવલ ફળી ચંદ્રેશભાઇ વજુભાઇ ગજેરા જાતે પટેલ ઉ.વ.૪૨ રહે.ધોરાજી ખરાવાડ પ્લોટ શાકમાર્કેટ પાસે પકડવા પર બાકી આરોપી (૩) ભગુ કરશનભાઇ ભારાઇ રબારી રહે.જુનાગઢ સોનાપુરી કબ્જે કરેલ મુદામાલ માં અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૨૭૬ કિ.રૂ. ૮૨,૮૦૦/-(૨) મારૂતિ સુઝુકી કંપનીની એસ્ટીમ VXI ગાડી નંબર GJ 01 HM 8728 કિ.રૂ. ૭૦,૦૦૦/-(૩) મોબાઇલ ફોન બે કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૬૨,૮૦૦/ નો મુદામાલ કબ્જે કેરલ રેડમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.ગોહિલ, ધોરાજી પો.સ્ટે પી.એક. શામળા, સા.પો.સબ ઇન્સ ધોરાજી રમેશભાઇ બોદર, એ.એસ.આઇ અરવીંદસિંહ જાડેજા, પો.હેડ કોન્સ યુવરાજસિંહ ચુડાસમા, પો.કોન્સ રવિરાજસિંહ વાળા વિગેરે સ્ટાફ રોકાયો હતો.