સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

બગસરા પાસે રેતી ચોરી કરતા ઝડપાયોઃ ૨.૨૫ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(સમીર વિરાણી દ્વારા), બગસરા, તા.૨૭: બગસરા ટાઉનમા પી.જી.વી.સી. અંતર્ગત બંદોબસ્‍તની કામગીરી પુર્ણ કરી અમરેલી તરફ પરત ફરતા બગસરાથી એકાદ કિલોમીટ૨ અમરેલી તરફ જતા જેઠીયાવદર ગામ તરફથી એક પીળા કલરનુ કમ્‍પર જેના રજી નં. ઞ્‍થ્‍- ૧૩- ષ્‍ -૦૭૫૮નુ ગેર કાયદેસર પાસ પરમીટે રેતી ભરીને આવતા હોય સામેથી આવતા તેનુ નામ પુછતા યોગેશગીરી ભુપતગીરી ગોસાઇ ઉ.વ ૪૦ ધંધો ડ્રાઇવિંગ રહે પાણીયા તા અમરેલી વાળો હોવાનુ જણાવેલ હોય ઇસમના હવાલાવાળુ ડમ્‍પરમા રેતી ભરેલી હોય જેથી પાસ પરમીટ ન હોવાનુ જણાવતા ડમ્‍પરમા આશરે ૧૦ ટન જેટલી રેતી ભરેલ હોય એક ટન રેતીની કિંમત રુ ૫૦૦ ગણી દસ ટન ના રૂ ૫૦૦૦ /- તેમજ ડમ્‍પરની કિંમત રુ આશરે ૨,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રુ ૨,૫૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે ત્‍યારે આ તકે પી. એસ.આઈ પી.વી.સાખટ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનના રાજુભાઈ વરુ સંજયભાઈ રબારી મહેશભાઈ સોલંકી ધર્મેશભાઈ ડાભી વિજયભાઈ કોટીલા સહિતનો સ્‍ટાફ દ્વારા પાસ પરમીટ વગર આસરે ૧૦ રેતી ભરેલ એક ડમ્‍પર ચાલકને ઝડપી આ અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્‍યું.

(11:48 am IST)