સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

ભુજની પાલારા જેલમાં કેદી મોબાઇલમાં વાત કરતો હતો અને જેલ અધિક્ષક પહોંચ્યા...

સુરક્ષા વચ્ચે જેલમાં મોબાઇલ ફોન કેવી રીતે પહોંચ્યો ?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : જેલની અંદર સુરક્ષા વચ્ચે પણ મોબાઈલ ફોન ઝડપવાના કિસ્સાઓ છશવારે બની રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ સરહદી જિલ્લા કચ્છની પાલારા જેલ આમ તો કડક ગણાય છે. પણ, પાલારા જેલમાં યે મોબાઈલ ફોન ઝડપાઈ જવાના બનાવો બની ચૂકયા છે. જોકે, હવે સીસી ટીવી કેમેરાના કારણે કેદીઓની હિલચાલ ઉપર નજર રહી શકે છે.
ભુજની પાલારા જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક ઘનશ્યામ અગ્રાવત સીસી ટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા ત્યારે નાઝિર ઉર્ફે રાજા નામના કેદીને મોબાઈલ ફોન ઉપર વાત કરતા જોઈ લીધો હતો. જેને પગલે તેઓ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને રંગે હાથ તેને ઝડપી લીધો હતો.
આ અંગે ઇન્ચાર્જ જેલ અધિક્ષક દ્વારા ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જોકે, અગાઉ પણ મોબાઈલ ફોન કેવી રીતે જેલમાં પહોંચ્યા એ વિશે તલસ્પર્શી તપાસ સામે ચર્ચા છે ત્યારે આ કેસમાં શું થાય છે એ જોવું રહ્યું.

 

(10:57 am IST)