વિમલ પાન મસાલા અને બીડીના જથ્થા સાથે સુરેન્દ્રનગરમાં બે શખ્સો ઝડપાયા
વઢવાણ,તા.૨૭ : એલ.સી.બી. ટીમ દ્વારા સુરેન્દ્રનગર વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે રોહીતભાઇ અજયભાઇ હળવદીયા જાતે દેવીપુજક રહે.સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પીટલની પાછળ વાળો પોતાની મારૂતી કંપનીની સફેદ કલરની ઇકો ગાડી રજી. નં. જી.જે-૧૩-એ બી-૩૩૦૨ વાળીમા ચોરી કે છળકપટથી મેળવેલ બીડીના કાર્ટુન તથા વિમલ પાન મસાલાના કાર્ટુન લઇ નીકળનાર હોય વોચ ગોઠવી આરોપીઓ (૧) રોહીતભાઇ અજયભાઇ હળવદીયા ઉવ.૨૨ રહે. બંસીધર પાર્ક (૨) વિનોદભાઇ સાગરદાસ કોટક ઉવ.૬૪ રહે. પુષ્પા એપાર્ટમેન્ટ, વિઠલપ્રેસ રોડ વાળાઓ વિમલ પાન મસાલા પેકીંગ નંગ -૨૦૪ કી.રૂા.૨૪,૪૮૦/- તથા બીડી પેકીંગ નંગ-૨૩૮ ની કી.રૂા.૫૪,૭૪૦/- તથા ઇકો ગાડી કી.રૂા.૨,૦૦,૦૦૦/ મળી કુલ રૂા.૨,૭૯,૨૨૦/-નો મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી પુછપરછ કરતા જણાવેલ છે કે આ બીડી તથા વિમલ પાન મસાલા જુબેરભાઇ કુરેશી રહે.અમદાવાદ વાળા પાસેથી ટ્રાન્સપોર્ટમાં માલ મંગાવેલ છે. તેઓ મને આ બીડી કે વિમલ પાન મસાલાનું કોઇ બીલ આપેલ નથી. આ બીડી તથા વિમલ પાન મસાલા ડુપ્લીકેટ છે કે કેમ તેની મને ખબર નથી. તેમ જણાવતા અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીમાં (૧) એલ.સી.બી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરી (ર) પો.સ.ઇ. વી.આર જાડેજા (૩) પો.હેડ કોન્સ. હિતેશભાઇ જેસીંગભાઇ (૪) જયેન્દ્રસિંહ જેઠીભા (૫) દિલીપભાઇ ભુપતભાઇ (૬) કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્રારા ચોરી કે છળકપટ વાળો મુદામાલ શોધી કાઢેલ છે.