સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

ભેસાણના સરદારપુર ગામમાં નજીવી બાબતે મારામારી અને છેડતીની ઘટના

મહિલાના કપડા ફાડીને આબરૂ લેવાની કોશિશ : આ અંગે મહિલાએ માથાભારે શખ્‍સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બે સામે ગુનો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકના સરદારપુર ગામમાંથી નજીબી બાબતે મારામારીની અને છેડતીની ઘટના સામે આવી છે. ફરિયાદીનો વાંક માત્ર એટલો હતો કે, પોતાના ઘરની વંડીએથી જતા શખ્‍સો સામે માત્ર જોયું હતું.ᅠ એમાં તો માથાભારે શખ્‍સોએ મહિલાના કપડા ફાડીને આબરૂ લેવાની કોશિશ કરી હતી અને મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ભેસાણ તાલુકાના સરદારપુર ગામમાં ત્રણ ચાર શખ્‍સો ફરિયાદી મહિલાના ઘરની વંડીએથી પાછળ પહેતા પરેશ રમેશભાઇ ચાવડાના ઘર તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન મહિલાની નજર તેમના પર પડી. જે આરોપીઓને ન ગમ્‍યું. એટલામાં પાછળ રહેતો પરેશ ચાવડા આવીને મહિલાને કહેવા લાગ્‍યો કે, અમે ગમે તે કરીએ તારે અમારા તરફ જોવાનું નહીં અને તે જોયું જ કેમ? આમ કહીને વંડી ઠેકીને મહિલાના ફળીયામાં ત્રણ ચાર શખ્‍સો આવ્‍યા હતા.આ દરમિયાન મહિલા કઇ સમજે કે પહેલાં જ માથાભારે શખ્‍સોએ મહિલા સાથે મારામારી શરૂ કરી દીધી હતી. જેમાં મહિલાના કપડા ફાડીને આબરૂ લેવાની પણ કોશિશ કરી હતી. આ ઝપાઝપીમાં મહિલાના પતિ અચાનક ઘરે આવી જતા પોતાની પત્‍નીને બચાવવા ગયા હતા. ત્‍યારે આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. આ અંગે મહિલાએ માથાભારે શખ્‍સો સામે ફરિયાદ નોંધવતા પોલીસે બે સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

(1:26 pm IST)