સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

ધોરાજી તાલુકા પેન્શન મંડળની મીટીંગ યોજાઇ

ધોરાજીઃ તાલુકા પેન્શન મંડળની કારોબારીની બેઠક પ્રમુખશ્રી ભરતભાઇ ભાલોડીયાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. પેન્શન મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ડીરેકટરીનું પ્રતિકરૂપે વિમોચન કરવામાં આવ્યુ હતું તથા ઓફીસ ખરીદીમાં આવે ભેટ માટે દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. દરેક વ્યકિત વૃક્ષારોપણમાં ભાગ લે તેવી વિનંતી કરવામાં આવી હતી. મીટીંગમાં સરકારી ગાઇડ લાઇન્સ મુજબ તમામ સભ્યોએ માસ્ક સાથે સોશ્યલ ડીસ્ટન્ટ જાળવ્યુ હતું. મીટીંગ મળી તે તસ્વીર.

(10:26 am IST)