સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

ભુજમાં અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા વિવિધ ૫૦ કોર્ષનું આયોજન

નોકરીદાતાઓની માંગ અને યુવાનોની જરૂરીયાત મુજબ કૌશલ્યવર્ધનના ચાલતા અભ્યાસક્રમો

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૭:  અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ ભુજ દ્વારા નોકરીદાતાઓની માંગ અનુસાર ટેકનિકલ ક્ષેત્રમાં સ્કિલ ધરાવતા યુવાનો મળી રહે અને બીજી તરફ યુવાઓને રોજગારી પણ મળતી થાય એ માટે સ્કિલમાં લનિંગ મેનેજમેન્ટ સિસ્ટમની નવતર પધ્ધતિ અપનાવીને ૫૦ જેટલા ઓનલાઈન અને ઓફલાઇન કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

ચાર મહિના માટે જુદા જુદા કોર્ષમાં ડોમેઈન(નોકરીને લગતા) અને નોન ડોમેઈન(કૌશલ-સ્કિલમાં વધારો કરતાં) નો સમાવેશ કરી દરેક કોર્ષની થીયરી ઓનલાઈન અને પ્રેકિટકલ ઓફલાઇનથી આપવામાં આવે છે. આ કોર્ષમાં મહત્વના કહી શકાય તેવા પોર્ટને લગતા જેમ કે, મરીન, સેફ્ટી, હોસ્પિટલ માટે જી.ડી.એ. વિગેરેનો સમાવેશ થાય છે જયારે સ્પીકિંગ કોર્ષમાં ઇંગ્લિશની સ્કીલમાં વધારો થાય છે.

અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ મુંદ્રા- ભુજનમ મેનેજર સાગર કોટકે જણાવ્યુ હતું કે, જુદા જુદા ૫૦ કોર્ષમાં ડોમેસ્ટિક, ડેટા એન્ટ્રી, જી.એસ.ટી. વિથ ટેલી, જુનિયર ઓપરેટર ક્રેન, રિટેઈલ સેલ્સ, એસોસિએટ, સેલ્ક એમ્પ્લોઈડ ટેઇલર, સોલાર પી.વી.ઈન્સ્ટોલર, વેલ્ડિંગ ટેકિનક, વિગેરે રોજગારી માટે અત્યંત ઉપયોગી છે.

આ સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા ચાર મહિનાના કોર્ષ માટે ૭૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. અભ્યાસ સમાપિના આ અદાણી તે સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા જ નોકરીદાતાઓને સંપર્ક કરી રોજગારી માટે પરામર્શ કરવામાં આવે છે.

આ તમામ ૫૦ કોર્ષ માટે તેમજ ભાવિ અન્ય આયોજન અને જરૂરી માહિતી માટે ભુજ સ્થિત કોડિનેટર નીરવ લેઉવાનો ૯૦૯૯૯ ૬૦૨૫૦નો સંપર્ક સાધવા જણાવ્યુ છે.

(11:48 am IST)