સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

જુનાગઢ જિલ્લામાં ધો.૯ થી ૧૧ પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ પ્રથમ દિવસે ૬૦ ટકા વિદ્યાર્થીઓ હાજર

જીલ્લા શિક્ષણાધીકારી આરએસ ઉપાધ્યાયે આપેલી વિગતો : ૪ માસ બાદ શાળાઓ ફરી ખુલતા વિદ્યાર્થીઓમાં આનંદઃ ઓફલાઇન જેવી મજા ન આવે વિદ્યાર્થીઓઃ બીજા દિવસે પણ વિદ્યાર્થીઓની નોંધપાત્ર હાજરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૭: કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતા રાજય સરકાર દ્વારા ગઇકાલથી ધો.૯ થી ૧૧ના વર્ગોની સ્કુલ શરૂ કરવા આપેલ સુચનાને લઇને જુનાગઢ જીલ્લાની મોટા ભાગની શાળાઓ ૪ માસ બાદ ફરી શૈક્ષણીક કાર્ય ધમધમવા લાગ્યું છે.

જિલ્લા શિક્ષણાધીકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ધો.૯ થી ૧૧ ની શાળાઓ ખુલતા પ્રથમ દિવસે જ ૬૦ ટકા વિદ્યાર્થીઓ હાજર રહયા હતા અને ૪૦ ટકા ગેરહાજર રહેલ જુનાગઢ જીલ્લાની કુલ ૪૩૪ શાળાઓમાં કુલ પ૬,૩૬૮ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. શ્રી ઉપાધ્યાય એ વધુમાં જણાવેલ કે ધોરણ ૯ માં કુલ ૯૧૪૪ વિદ્યાર્થીઓમાંથી ર૭૩૯ વિદ્યાર્થી હાજર રહયા ર૯.પ હાજરી નોંધાયેલ તેમજ ધો.૧૦માં ૧૦૬૦૦માંથી ૩૩૯૬ વિદ્યાર્થીઓ ૩ર.૪ ટકા હાજર રહેલ. તેમજ ધો.૧૦માં ૬૩૯૦ માંથી ૧૪૯૮  ર૩.૪૪ ટકા હાજર રહયા હતા અને શાળાઓમાં કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી વિદ્યાર્થીઓ સોશ્યલ ડીસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી સેનીટાઇઝ થઇ શાળાઓમાં થર્મલ ગનથી ટેમ્પરેચર માપી વર્ગખંડમાં પ્રવેશ અપાઇ રહયો છે. જેથી સંક્રમણનો ભય ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

ઘણા લાંબા સમય બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો છે અને વિદ્યાર્થીઓએ પણ ઓનલાઇન શિક્ષણ કરતા ઓફલાઇન શિક્ષણ મેળવવાની મજા આવે છે અને સાથી મિત્રોને મળવાની મજા ઓર છે ઓનલાઇન શિક્ષણમાં કઇ ન સમજાય તેવા પ્રશ્નો દાખલાઓ ન  સમજાય તેવા પ્રશ્નો દાખલાઓ ન સમજાય તો પુછવામાં મુશ્કેલી પડે છે તે ઓફલાઇનમાં એકદમ સરળ બની જાય છે.

ધો. ૯ થી ૧૧ માં કુલ પ૬૩૭૮ શાળામાં ૬૮૧ ગ્રાન્ટેડ શાળા ૧૪૩૩૭  અને ખાનગી શાળામાં ૬૯૭૦ ની સંખ્યા છે અને ધો.૧૦ માં સરકારી શાળામાં ૭૦૯ ગ્રાન્ડેડ શાળામાં ૧૪૦૭૯ અને ખાનગી શાળામાં ૭૬૭૪ની સંખ્યા છે અને ધો. ૧૧ સરકારી શાળામાં પ૩૭ ગ્રાન્ટેડ શાળામાં પ૮૭૭ અને ખાનગી શાળામાં પપ૧૪ વિદ્યાર્થીઓની સંખ્યા હોવાનું શ્રી આર.એસ.ઉપાધ્યાય એ અંતમાં જણાવ્યું હતું.

(1:01 pm IST)