સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

માળિયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારના બુટલેગરને પાસા હેઠળ ધકેલ્યો.: રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરાયો

માળીયા મિયાણા પોલીસ મથક વિસ્તારના બુટલેગરને અટક કરીને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે માળિયા પોલીસે ધકેલીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન અને સી પી આઈ બી જી સરવૈયાના માર્ગદર્શન હેઠળ માળિયા પી એસ આઈ એન એચ ચુડાસમા સહીતની ટીમે બુટલેગર પ્રકાશ સુખરામ કડવાસરા (ઉ.૩૬)ની પાસા હેઠળ અટકાયત કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે તેમજ બુટલેગર પ્રકાશ છેલ્લા ૪ વર્ષથી નાસ્તો ફરતો જેને માળિયા પોલીસની ટીમે ઝડપીને પાસા હેઠળ ધકેલ્યો હતો
માળિયા પોલીસની આ કામગીરમાં પી એસ આઈ એન એચ ચુડાસમા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને જયપાલભાઈ લાવડીયા સહિતની ટીમે કરેલ છે

(7:22 pm IST)