સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

નવા નીરની આવક સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાશ વધારો : હાલમાં ૩૩.૮૩ ટકા જળજથ્થો ઉપલબ્ધ

ભાદર ડેમની સપાટી 18.60 ફૂટ,મોજ ડેમની સપાટી 34,40 ફૂટ ફોફળ ડેમની જળસપાટી 10,10 ફૂટ અને આજીડેમ -1ની સપાટી 16.30 ફૂટે પહોંચી

રાજકોટ : રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ભાદર ડેમમાં મોસમનો કુલ વરસાદ ૯૪ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૮.૬૦ ફૂટ, મોજ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૪૬૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૩૪.૪૦ ફૂટ, ફોફળ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૮૩ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૦.૧૦ ફૂટ, વેણુ -૨ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૮૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૬.૪૦ ફૂટ, આજી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૨૭૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૬.૩૦ ફૂટ, આજી – ૨ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૩૫૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૨૮.૪૦ ફૂટ, આજી - ૩ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૩૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૨૧.૮૦ ફૂટ,  સોડવદર મોસમનો કુલ વરસાદ ૩૦૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ફૂટ ૧૪.૬૦ ફૂટ, સુરવો મોસમનો કુલ વરસાદ ૧૬૯ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૮.૪૦ ફૂટ, ગોંડલી મોસમનો કુલ વરસાદ ૧૬૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૫.૬૦ ફૂટ, વેરી મોસમનો કુલ વરસાદ ૩૦૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૯.૧૦ ફૂટ, ન્યારી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૦૭ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૮.૨૦ ફૂટ,  ન્યારી - ૨ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૧૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૪.૧૦ ફૂટ, ફાડદંગબેટી મોસમનો કુલ વરસાદ ૧૯૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧.૪૦ ફૂટ (૧૩.૬૫%), લાલપરી મોસમનો કુલ વરસાદ ૨૯૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૦ ફૂટ, ભાદર - ૨ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૨૧૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૨.૮૦ ફૂટ, કર્ણકી મોસમનો કુલ વરસાદ ૨૯૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૦.૨૦ ફૂટ  સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૩૩.૮૩ %  પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.

(8:30 pm IST)