સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

ધોરાજી પોલીસ કર્મચારીના પરિવારોમાં ૧૪ કેસ

કોરોનાનો કાળો કેર : એક જ દિ'માં ૨૧ કેસ અને ૪ના મોતથી ફફડાટ

 ધોરાજી,તા. ૨૭: ધોરાજીમાં કોરોનાનો કાળો કેર સજર્યો છે ચોથી સદી તરફ પ્રયાણ કરી રહ્યું છે એક જ દિવસમાં ૨૧ કેસ નોંધાતા અને ધોરાજી પોલીસ સ્ટેશન લાઈનમાં કર્મચારી અને તેમના પરિવારો પણ ભોગ બનતા ફફડાટ છવાયો છે.

પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને તેમના પરિવારોમાં એક જ દિવસમાં ૧૩ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ કેસ ૩૮૧ એ પહોંચ્યો છે અને કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા૨૨ સુધી પહોંચી ગઈ છે.

આ બાબતે આરોગ્યતંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે કારણકે કોરોના પોઝિટિવ આવ્યા પછી પણ રાત સુધી શહેરમાં ફરી રહ્યા હોય છે તેમને તાત્કાલિક યોગ્ય સ્થળે લઈ જવામાં આવતા નથી અને તેમનું ઘર કોરોના પોઝિટિવ આવ્યું છે તેમની આજુબાજુના વિસ્તારના લોકોને પણ ખબર નથી પડતી કે અહીં કોરોના આવ્યું છે તેમજ તેમજ પ્રેસ અને ઇલેકટ્રોનિક મીડિયા ને પણ સાચી માહિતી આપવામાં  નિષ્ફળ નીવડયા છે જેના કારણે ધોરાજીમાં કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે

લોકચર્ચા મુજબ વ્હાલા દવલાની નીતિ અપનાવવી ખરા અર્થમાં કરોના પોઝિટિવ આવેલા દર્દીઓને સાચવતા હોય અને તેમને કોઈપણ પ્રકારની માહિતી લોકો સુધી ન પહોંચે તે બાબતે ગુપ્ત રાખતા હોય જેના કારણે લોકોને ખબર નથી તેથી કોરોના પોઝિટિવ ના દર્દીઓને લોકો વારંવાર મળતા હોય છે અને જેના કારણે ધોરાજીમાં નોઙ્ગ કોરોના નો વ્યાપ વધ્યો છે તેની સંપૂર્ણ જવાબદારી હેલ્થ ઓફિસરની આવી રહી છે તેવું લોકો જણાવી રહ્યાં છે.

ધોરાજીના પત્રકારો એ આ બાબતે ડેપ્યુટી કલેકટરને ચાર વખત આવેદનપત્ર પાઠવ્યા છે છતાં પણ ડેપ્યુટી કલેકટર તરફથી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કાલે ધોરાજી ને કોરોના ગ્રસ્ત ધોરાજી કરી દેવામાં પણ સરકારી તંત્ર નો પુરો હાથ હોય તેવું લોકો જણાવી રહ્યાં છે.

પ્રજાની ખરા અર્થમાં સેવા કરતા પોલીસ કર્મચારીઓ પણ અને તેમના પરિવારો પણ કોરોનાનો ભોગ બન્યો છે ખરા અર્થમાં કોરોના વોરિયર્સ પોલીસ કર્મચારીઓ છે જેઓ પ્રજાની સાથે રહે અને પ્રજાને સુરક્ષા આપી રહ્યા છે આવા સમયમાં પોલીસ કર્મચારીઓ પણ ભોગ બન્યા છે તે બાબતે પણ આરોગ્ય વિભાગની બેદરકારી ઓ પણ જોવા મળી રહી છે.

ધોરાજીમાં જે પ્રકારે શરૂઆતમાં કોરોના કેસ પોઝિટિવ આવતા હતા અને સરકારી તંત્ર જે પ્રકારે કામ કરતું હતું તે હાલમાં ધોરાજીને ભગવાન ભરોસે છોડી દીધું છે જેના કારણે ધોરાજીમાં મોટાપાયે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

ધોરાજી ની જનતા ઉપર નો કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે હેલ્થ ઓફીસરો બિલો બનાવવામાં વ્યસ્ત હોય એ પ્રકારે ધોરાજીમાં જાહેરમાં ચર્ચા સંભળાઈ રહી છે આ બાબતે રાજયના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ કરવી જોઈએ તે બાબતની પણ માંગ ઉઠી છે.

અવેડા ચોક વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય મહિલા, પીપરવાડી વિસ્તારમાં રહેતા ૮૩ વર્ષીય પુરૂષ , મોટી વાવડી ગામે રહેતાં ૫૦ વર્ષીય મહીલા  અને મોટી પરબડી ગામે રહેતાં ૬૬ વર્ષીય પુરૂષ થયો છે.

કોરોના પોઝિટિવ ની યાદીમાં જોઈએ તો ધોરાજી પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ઙ્ગ ૪૨ વર્ષીય મહિલા ,પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ૧૬ વર્ષીય યુવતી ,પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ઙ્ગ૩૮ વર્ષીય મહિલા,પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ૧૭ વર્ષીય યુવતી , પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ૧૩ વર્ષીય યુવતી ,પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ઙ્ગ૧૧ વર્ષીય બાળક , પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ઙ્ગ ૨૨ વર્ષીય પુરુષ ,પોલીસ લાઈનમાં રહેતા ૨૫ વર્ષીય મહિલા ,પોલીસ લાઈનમાં રહેતા ૪૬ વર્ષીય પુરુષ ,પોલીસ લાઈનમાં રહેતા ૪૦ વર્ષીય પુરુષ, પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ૨૮ વર્ષીય પુરુષ  પોલીસ લાઈનમાં રહેતા ૨૫ વર્ષીય મહિલા , પોલીસ લાઈનમાં રહેતાઙ્ગ ઙ્ગ૧૫ વર્ષીય યુવતી ,૧૫ વર્ષીય બાળકી રહે પોલીસ લાઈન,૫૫ વર્ષીય પુરુષ રહે મોટીમારડ ,૩૪ વર્ષીય પુરુષ રહે અવેડાં ચોક ,૮૩ વર્ષીય પુરુષ રહે બહુચરાજી મંદિર,૩૬ વર્ષીય પુરુષ રહે બહારપુરા ,૩૭ વર્ષીય મહિલા રહે સ્ટેશન પ્લોટ ,૪૫ વર્ષીય પુરુષ રહે ભૂતવડ ,૪૨ વર્ષીય પુરુષ રહે હડમતીયા નો કોરોના પોઝીટીવ આવેલ છે.

આજ સુધી કુલ ૩૮૧ કોરોના પોઝીટીવ નોંધાયા છે.

ધોરાજીમાં હાલમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૩૮૧ જોતા ચોથી સદી તરફ પ્રયાણ કરે છે.

(11:17 am IST)