સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

કેશોદ, મેંદરડા સહિતના તાલુકાઓમાં વધુ ૭ કન્ટેન્મેટ વિસ્તાર જાહેર

જુનાગઢ તા. ર૭ : કેશોદ, મેંદરડા સહિતના તાલુકાઓમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટર દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

કોરોનાના કેસ પોઝીટીવ નોંધાતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા મુજબ જુનાગઢ (ગ્રામ્ય) ભેસાણના ચુડા ખાતે પટેલ વાસણની દુકાન પાસે, મેઇન બજાર મોટીપાટી પાસેના મકાનો, ધંધુસરના વલાતીયા વાડી વિસ્તારમાં આવેલ રામદેભાઇ નાથાભાઇ ચાંડેલાનંુ ઘર, મેંદરડાના ચાંદ્રાવાડી ગામમાં લીલાભાઇ ઘેલાભાઇ રાકુસાનું મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

કેશોદના વોર્ડ નં.૪-સુમન સોસાયટીમાં આવેલ સરમણભાઇ આલાભાઇ ોલંકીના મકાનથી મનોજભાઇ હિરજીભાઇ પટેલના મકાન સુધીનો એરીયા વોર્ડ નં. ૮-રાજનગરમાં આવેલ રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ ચાંદેલાના મકાનથી ચીમનગીરી લાલગીરી ગૌસ્વામીના મકાન સુધીનો એરીયા વોર્ડ નં.પ-રામનગરમાં આવેલ રામજીભાઇ જાદવભાઇ ઠુમ્મરના મકાનથી હિતેષભાઇ ખીમજીભાઇ સાપરીયાના મકાન સુધીનો એરીયા અગતરાય ખાતે લક્ષ્મીદાસ જીવરાજભાઇ મારડીયાના મકાનથી ગીરધરભાઇ ગોરધનભાઇ ભાલોડીયાના મકાન સુધીનો એરીયા કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૭ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરિયાની ગાઇડલાઇન મુજબ સેની ટાઇઝેશન ડીસઇન્ફેકશન તથા કોવીડ-૧૯ સબંધીત ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

(11:39 am IST)