સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

મેઘાનો વિરામઃ સૌરાષ્ટ્રમાં સર્વત્ર તડકો છતાં હળવા ઝાપટાં યથાવતઃ કલ્યાણપુરમાં બે ઇંચ

ખંભાળીયા-૧ાા, ગાંધીધામ-૧, જામ વણથલી, વાંસજાળીયા, ધ્રાફામાં પોણો ઇંચ વરસી ગયો

રાજકોટ તા. ર૭: સૌરાષ્ટ્રમાં સર્વત્ર તડકો નિકળ્યો છે અને મેઘાનો રિવામ રહ્યો છે છતાં હળવા ઝાપટા યથાવત રહ્યા છે જયારે છેલ્લા ર૪ કલાકમાં જામકલ્યાણપુરમાં બે, ખંભાળીયા ૧ાા, ગાંધીધામ-૧, જામવણથલી, વાંસજાળીયા, ધ્રાફામાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો છે જે આંકડા નીચે મુજબ છે.

માળીયામાં અર્ધો ઇંચ

જૂનાગઢના અહેવાલ મુજબ જિલ્લામાં સવારે વરસાદી માહોલ વચ્ચે માળીયા હાટીના ખાતે અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં સોમવાર અને મંગળવારે વરાપ આપ્યા બાદ ગઇ સાંજથી મેઘાએ ફરી આળસ મરડી છે. રાત્રે જૂનાગઢમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજે પણ સવારના ગિરનાર તથા દાતાર વિસ્તારમાં વરસાદ હોવાના સમાચાર છે.

સવારના ૬ થી ૮ના બે કલાકમાં કેશોદ ખાતે ૬ મીમી, માંગરોળમાં૩ મીમી અને માળીયા હાટીના વિસ્તારમાં ૯ મીમી વરસાદ નોંધાયો હતો.

ગીર જિલ્લો

ઉના

મી.મી.

ગઢડા

,,

તાળાળા

,,

વેરાવળ

,,

સોરઠ

જુનાગઢ

મી.મી.

માણાવદર

,,

વંથલી

,,

વિસાવદર

,,

રાજકોટ જિલ્લો

જામકંડોરણા

મી.મી.

ઉપલેટા

,,

જેતપુર

,,

ધોરાજી

,,

રાજકોટ

,,

લોધિકા

,,

અમરેલી જિલ્લો

જાફરાબાદ

૧૦

મી.મી.

બાબરા

,,

કચ્છ

અંજાર

મી.મી.

અબડાસા

૧૧

,,

ગાંધીધામ

૨૪

,,

નખત્રાણા

૧૦

,,

ભચાઉ

૧૪

,,

ભૂજ

,,

મુંદરા

,,

માંડવી

૧૮

,,

લખપત

,,

દેવભૂમિ જિલ્લો

કલ્યાણપુર

૪૭

મી.મી.

ખંભાળીયા

૩૫

,,

દ્વારકા

૧૪

,,

ભાણવડ

૧૨

,,

હાલાર

જામનગરમાં લાખાબાવળ - ૫, જામવણથલી-૨૦, હડીયાણા-૫, લૈયારા-૨, ખરેડી-૧૦, બેરાજા-૫, નવાગામ-૫, મોટા પાંચ દેવડા-૫, સમાણા-૧૦, શેઠવડાળા-૧૨, જામવાડી-૧૧, વાંસજાળીયા-૨૧, ધુનડા-૧૬, ધ્રાફા-૨૦, પરડવા-૧૨, ભણગોર-૭, મોટા વડળા-૫, મોડપર-૭, ડબાસંગ-૬ અને સસોઇ ડેમ-૧૦, ફુલઝર-૨ ડેમ - ૧૦, ડાઇસણસાર ડેમ-૨૦, રંગમતી-૧૫, ફુલઝર ડેમ-૫, ઉમિયા સાગર-૫ અને ઉંડ-૪ ડેમ ઉપર ૪ મીમી તેમજ જામનગર-૪, ધ્રોલ-૨, જોડીયા-૨, લાલપુરમાં ૪, જામજોધપુરમાં ૧૦ મીમી વરસાદ પડયો છે.(

(12:53 pm IST)