સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

વેકરી ગામને પૂર અસરગ્રસ્ત જાહેર કરો

બે દિવસ પહેલા ભાદર ડેમના પાણી ઉપલેટા પંથકમાં વેકરી ગામમાં ફરી વળ્યા હતા હજારો વિઘામાં પાક અને જમીન ધોવાણ થયું છે ભાદર નદીના ઘોડા પૂરના કારણે પાક નિષ્ફળ ગયા છે ખેડૂતોના અનેક ખેત ઓજાર તણાય ગયા છે માલધારી મિત્રોના ઢોરના ચારા તણાય ગયા છે.ગામની હાલત ગંભીર છે આથી તાત્કાલિક અસરથી ગામને પૂર અસરગ્રસ્ત જાહેર કરવાસહાય આપવા તાલુકા પંચાયત સદસ્ય રામશીભાઇ ખાંડભાયાની આગેવાની હેઠળ માણાવદરના મામલતદારશ્રી રામ અને માણાવદર તાલુકા વિકાસ અધિકારીશ્રી મોરીને સુપ્રત કરાયું હતું. વિશાળ ગ્રામજનો સંખ્યામાં સાથે જોડાયા હતા.

(12:55 pm IST)