સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

ખંભાળીયાની ત્રણ રાત્રીના ચોરીમાં સંડોવાયેલ સલાયાના શખ્સને એલસીબી પોલીસે ઝડપ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭ : રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનીલ જોષીની સુચનાથી મિલ્કત વિરૂદ્ધના ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાની સુચના મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ. વી.એમ.ઝાલા તથા એલ.સી.બી.ના સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ગુનાઓ શોધી કાઢવા કામગીરી કરેલ છે.

એલ.સી.બી.ની ટીમો દ્વારા પેટ્રોલીંગ દરમીયાન એ.એસ.આઇ સજુભા જાડેજા, હેડ કોન્સ જેસલસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેશરીયા, સહદેવસિંહ જાડેજાને બાતમી મળેલ કે, ખંભાળીયા પો.સ્ટે. ઇ.પી.કો. કલમ ૪પ૭, ૪પ૪, ૩૮૦ મુજબના ગુનાના કામે અલ્તાફ એલીયાસ ભડેલા રહે. સલાયાવાળાએ ચોરી કરેલ ચોરીનો મુદામાલ તેના ઘરે સંતાડી રાખેલ હોવાની હકીકત આધારે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ખંભાળીયા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) અલ્તાફભાઇ સન/ઓફ એલીયાસભાઇ અબુભાઇ સુમણીયા ભડેલા સલાયાનો સમાવેશ થાય છે. ચોરીની માહતી મુજબ (૧) ખંભાળીયા પો.સ્ટે.ની હકુમતમાં નગરનાકા પાસે ક્રિષ્ના ડીલકસ પાનની દુકાનનું શટર તોડી ચોરીનો  રોકડા રૂ. ૧૬૦૦૦/- તથા ડી.વી.આર.ની કિ.રૂ. ૮૦૦૦/- મળી કુલ રૂ. ર૪૦૦૦/- તેમજ આરોપી પાસેથી મોબાઇલ ફોન નં. ૧ કિ. રૂ.ર૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તેમજ સાંઇ ડીલક્ષ પાનની દુકાનમાં ચોરી કરેલ તે પૈકીનો રોકડા રૂ.૧પ,૦૦૦/- તથા પાન બીડીનો સામાન બાગબાનના તમાકું ડબલા નંગ-પ, બીડીનું પેકટ નંગ-૧ મળી કુલ રૂ.૧૬,૩પ૦/- ના મુદામાલ કબ્જે કરેલ છે. તેમજ કૈલાશ પાનની દુકાનમાં ચોરી કરેલ તે પૈકીનો રોકડા રૂ.ર૦૦૦/- તથા પાન બીડીનો સામાન તથા તમાંકુનો પેકટ નંગ-૧ સીગારેટ પેકટ નંગ ૧૪, તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન ૧ મળી કુલ રૂ.૯પ૭૦/-ના મુદ્દામાલ કબ્જે કરેલ છે.

ઉપરોકત ત્રણેય ચોરીઓમાં રોકડા રૂ.૩૩૦૦૦/- તથા પાન-બીડી સીગારેટ કિ. રૂ. ૩૯પ૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિ. રૂ. ૭૦૦૦/- તથા ડી.વી.આર. નંગ-૧ કિ. રૂ. ૮૦૦૦/- મળી કુલ રૂ.પ૧,૯પ૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ચાવડાની સુચના મુજબ પો.સી.ઇ. વી.એમ.ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઇ નુકમ, રામશીભાઇ ભોચીાય, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, નરશીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમાં હેડ કોન્સ. મસરીભાઇ આહીર ,જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, બોઘાભાઇ કેશરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.

(1:03 pm IST)