સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

દેવભુમી જિલ્લામાં વધુ ૧૧ કેસો

ખંભાળિયા તા.ર૭ : દેવભુમી દ્વારકા જિલ્લામાં હવે કોરોના પોઝીટીવ પહેલા રોજ એક આંકડામાં આવતો હતો. તે હવે બે આંકડામાં આવવા લાગ્યો છે. ગઇકાલે ૧૧ પોઝીટીવ કેસ સાથે રપપનો કુલ આંક થયો છે.

દ્વારકામાં રહેતા કીર્તિબેન ઠાકર ઉ.વ.પપને છાતીમાં દુફખાવા તથા નબળાઇ સાથે કોરોના પોઝીટીવ આવેલ છે. ખંભાળિયામાં કડીયાવાડમાં રહેતા અમીતભાઇ નાનાણી ઉ.૪૦ વાળાને શ્વાસ તથા નબળાઇ સાથે ટેસ્ટમાં કોરોના પોઝીટીવ આવેલ છે. ખંભાળિયામાં ગગવાણી ફળીમાં રહેતા ચંપકભાઇ બારાઇ ઉ.વ.૮૦ વાળાને તાવ તથા શ્વાસની તકલીફમાં કોરોના આવેલ છે. દ્વારકામાં રહેતા જગદીશભાઇ રાઠોડ ઉ.વ.પ૪ કે જેમના પત્ની હીનાબેનને કોરોનો પોઝીટીવ આવેલ તે પછી જગદીશભાઇને પણ ગઇકાલે પોઝીટીવ આવેલ છે. દ્વારકામાં જ રહેતા શૈલેષભાઇ  રાયમંગીયા ઉ.વ.પ૦ને કફ તથા નબળાઇ સાથે કોરોના પોઝીટીવ આવેલ છે. દ્વારકામાં જ રહેતા રમણીકભાઇ રાયમંગીયા ઉ.વ.૮૦ને પણ કફ અને નબળાઇ સાથે કોરોના પોઝીટીવ આવેલ છે. ખંભાળિયામાં રહેતી ઝેબુનબેન પઠાણ ઉ.વ.૪પ વાળીને તાવ તથા શ્વાસની તકલીફ સાથે કોરોના પોઝીટીવ  નોંધાયો છે. ખંભાળિયા રહેતા તરૂણ રવજી નકુમ ઉ.વ.૩૦ તથા વિશાખા રવજી નકુમ ઉ.વ.રપ ને પણ નબળાઇ સાથે ટેસ્ટીંગમાં કોરોના પોઝીટીવ આવેલ છે.

ખંભાળિયાના શકિતનગરમાં રહેતા અરજણભાઇ હડીયલ ઉ.વ.૬પને કફ તથા શ્વાસની તકલીફ સાથે કોરોના પોઝીટીવ આવેલ છે તો દ્વારકામાં રહેતા સુભાષભાઇ રામાણી ઉ.વ.૬૧ને આવેલ છે તો દ્વારકામાં રહેતા સુભાષભાઇ સામાણી ઉ.વ.૬૧ને પણ તાવ તથા કફ સાથે કોરોના પોઝીટીવ આવેલ છે.

કન્ટેમેન્ટ મુકત વિસ્તારો થયા

કોરોના પોઝીટીવ કેસમાં સતત ર૮ દિવસનવા કોઇ કેસ ના આવતા ખંભાળિયામાં બંગલાવાડી શેરી નં.૧, કન્યા શાળાની બાજુમાં ભાડથર, ચામુંડા બેકરી વિસ્તાર, શકિતનગર, ખંભાળિયા, ભારતનગર, વેરાડ નાકા બહાર ભાણવડ, તથા સોટડીયા પ્રજાપતિ વાડી, ભાડથર ચોક, ભારતનગર ભાણવડને બફરઝોન તથા કંટેન્ટમેન્ટ ઝોનમાંથી મુકત કરાયા છે.

નવા કન્ટેટમેન્ટ ઝોન જાહેર

કલેકટર દ્વારાજાહેરનામું બહાર પાડી દેવાડફળી, ભઠી ચોક ખંભાળિયા, યોગેશ્વરનગર ધરમપુર, ગગવાત ફળીમાં ચંપક ગોપલદાસ, કેતન ઇશ્વરભાઇ, ધીરજલાલ વિઠલાણી તથા લીલાબેન કાનાણીનું ઘરને કન્ટેટમેન્ટ ઝોન તથા ભઠ્ઠી ચોકના ૪૩૭ ઘર, યોગેશ્વર મંદિર પાસેના રપ૪ ઘર તથા રાવલપાડાના ૪૦૪ ઘરને બફર્સ ઝોન જાહેર કરાયા છે.

કન્ટેટમેન્ટનો ઢગલો સ્ટાફની ઘટ થાય છે

સતત વધતા કોરોનાના કેસને કારણે ૧૦૦ ઉપરાંત કન્ટેટમેન્ટ ઝોન થતાં દરેક સ્થળે ર૪ કલાક પોલીસની વ્યવસ્થા કરવી તથા નિયમીત મેડીકલ ચેકીંગ પણ હવે મુશ્કેલ થવા લાગ્યા છે. સતત વધતા કેસથી સ્ટાફની ઘટ થવા લાગી છે.

તમામ કેસ સ્થાનિક સંક્રમણના

સ્થાનિક સંક્રમણ સતત વધી રહયુ છે. ગઇકાલે નવા ૧૧ કેસો પણ તમામ સ્થાનિક સંક્રમણના કોઇ બહારગામ હિસ્ટ્રી વગરના હતા તથા છેલ્લા સીતેર જેટલા કેસોમાં ૯૯ ટકા સ્થાનિક સંક્રમણથી થયાનું બહાર આવેલું છે જે ચિંતાજનક છે.

(1:03 pm IST)