સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th September 2021

સુરેન્દ્રનગરનાં જૈનાબાદ હાઇ-વે ઉપર ખેડૂતોએ ટાયરો સળગાવ્યા

ભારત બંધના એલાનને સમર્થન અને કેન્દ્રના કૃષિ કાયદાનો ભારે વિરોધ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૭: તાજેતરમાં જ સરકાર દ્વારા જે કૃષિ ૩ કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે જેને લઇને સમગ્ર દેશના ખેડૂતો દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે છેલ્લા ૧૦ માસની ખેડૂતો દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન નોંધાવી અને ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની માગણી સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારે નમતું જોખવા માં આવી રહ્યું નથી તેને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે આજે સમગ્ર દેશ માં ખેડૂત સંગઠનો દ્વારા સમગ્ર દેશ બંધ રાખવા માટે જાહેર કરવામાં આવ્યું હતું જયારે ઝાલાવાડ અને તેમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે સુરેન્દ્રનગર જીલ્લાના ગામડાઓ સજ્જડ બંધ રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારો ખુલ્લા રહ્યા છે ત્યારે આજે ગામડાઓમાં ખેડૂતો દ્વારા ત્રણ કૃષિ કાયદાનો ભવ્ય રીતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક પણે આ કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં તેવી માંગણી કરવામાં આવી રહી છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જેનાબાદ ગામના ખેડૂતો દ્વારા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છે પાટડી હાઇવે ઉપર ટાયરો સળગાવી અને હાઇવે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને જગ્યા કૃષિના ૩ કાયદાના વિરોધમાં જેનાબાદ ગામના ખેડૂતો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે હાઇવે ઉપર ઉતરી ટાયરો સળગાવી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યો છે અને હાઇવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં જો આ ત્રણ કૃષિ કાયદા સરકાર દ્વારા પરત ખેંચવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આ મામલે ભવ્ય આંદોલન કરશે તેવું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ આજે ખેડૂતોના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં બંધ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાઓમાં ધંધા રોજગારો પણ ખેડૂતો દ્વારા બંધ રાખવામાં આવ્યા છે.

ત્યારે જેનાબાદ હાઇવે ઉપર ખેડૂતો દ્વારા ટાયર સળગાવી અને સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે.

(1:18 pm IST)