સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th September 2022

મોરબીના તમામ આઉટસોસિંગ કર્મચારીઓએ યોગ્ય પગાર નીતિ બનાવવા માંગ કરી આઉટસોસિંગ કર્મચારીઓ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન.

મોરબી :ગુજરાત સરકાર અંતર્ગત આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવાની માંગ સાથે મોરબી જીલ્લાના તમામ આઉટસોસિંગ કર્મચારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે

જે આવેદનમાં આઉટસોસિંગ કર્મચારીઓએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના હાથ પગ સમાન કર્મચારીઓ જેના શિરે કુટુંબ અને સામાજિક જવાબદારીનો બોજ હોય છે તેને કરાર આધારિત આઉટસોર્સ તરીકે ઓછા પગાર અને શોષણની અંદર કામગીરી કરવી પડી રહી છે ગુજરાતના સરકારી વિભાગ હોય કે પછી રાજ્ય સરકારની યોજનામાં કામગીરી કરતા કર્મચારી હોય જેઓ સમાન હોદા કે સામાન કેડરના હોય તેના પગારમાં ઘણો તફાવત છે આઉટસોર્સ કર્મચારી માટે કોઈ યોગ્ય પગાર નીતિ નથી
આઉટસોસિંગ કર્મચારીઓએ કરેલી માંગણીઓ નીચે મુજબ છે
૧. ગુજરાત સરકારમાં કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત સમાન કેડરના કાયમી કર્મચારી જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે
૨. કાયમી કર્મચારીઓને મળતી રાજાઓના લાભો, મેડીકલ કવર લાભો, એલટીસી, જીવન વીમાના લાભો આપવામાં આવે
૩. સરકારી કર્મચારીઓને મળતા GPF અને CPF ના લાભો આપવામાં આવે
૪. તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાં અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે
૫. રાજ્યની તમામ લાંબાગાળાની જગ્યાઓ અને યોજનામાં આઉટસોર્સ ના થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવી લેવામાં આવે
ગુજરાત રાજ્યની તમામ કચેરીમાં આઉટસોર્સથી ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ થાય છે જેમાં સરકાર દ્વારા એજન્સીને અંદાજે ૧૫,૦૦૦ સુધીની ચુકવણી થાય છે પરંતુ એજન્સી કર્મચારીને માત્ર રૂ ૪ હજારથી ૮૦૦૦ સુધીનું જ વેતન ચુકવે છે જેથી રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે

(12:22 am IST)