સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th September 2022

મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો

વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા

મોરબીમાં  જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોચી સમાજના કે.જી. તથા ધો.1 થી ધો.12 માં 60% થી વધુ ટકા મેળવેલ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબરના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જે સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

સમારોહમાં નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, નાયબ જીલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, નંદલાલભાઈ પરમાર, ઈશ્વરભાઈ રાઠોડ, નાથાભાઈ ઝાલા, મનુભાઈ ચૌહાણ, પ્રભાબેન ચૌહાણ, પ્રેમજીભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ તથા છબિલભાઈ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં દામજી ભગત દ્વારા આશીર્વચન આપવામાં આવેલ તેમજ ઈલાબેન ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ સમારોહમાં ઉપસ્થિત મહેમાનો અને દાતાઓને પુષ્પ હાર તેમજ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા વકતૃત્વ તથા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી સમારોહમાં મોચી સમાજના ૧૮૩ જેટલા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું
તેમજ ઉચ્ચ ડિગ્રી મેળવેલ ડો. હાર્દિક પ્રવિણભાઈ ચુડાસમા તથા ચિરાગ મુકેશભાઈ ચૌહાણને સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન અવનીબેન વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું  આયોજનને સફળ બનાવવા માટે તમામ દાતાઓ અને સમારોહમાં સહભાગી બનેલ તમામ જ્ઞાતિ અગ્રણી તથા જ્ઞાતિના કાર્યકર્તાઓનો જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(12:26 am IST)