સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

મોરબીમાં આઈટી ટીમનું સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ યથાવત : હજુ કાલ સુધી લંબાવવાની શક્યતા.

મોટી રોકડ મળી હોવાની સુત્રો પાસેથી માહિતી.

મોરબી :  એશિયન ગ્રેનીટો કંપનીના જોઈન્ટ વેન્ચર એવી મોરબી સહિતની કંપનીઓ પર આઈટી ટીમે મેગા ઓપરેશન હાથ ધરી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે જે બીજા દિવસે યથાવત જોવા મળ્યું છે એટલું જ નહિ હજુ ઓપરેશન આવતીકાલ સુધી લંબાય તેવી શક્યતાઓ પણ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

એશિયન ગ્રેનીટો કંપનીના જોઈન વેન્ચર એવી મોરબી, હિમતનગર અને અમદાવાદ સહિતના ૪૦ સ્થળે આઈટી ટીમે મેગા ઓપરેશન શરુ કર્યું હતું જે બીજા દિવસે પણ સતત ચાલુ જોવા મળે છે આઈટી વિભાગના ૨૦૦ જેટલા અધિકારીઓની ટીમ ૪૦ સ્થળ પર ઓપરેશન ચલાવી રહ્યા છે જેમાં મોરબીના ૨ સિરામિક યુનિટ અને ભાગીદારના ઘર પર બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ જોવા મળ્યું હતું જેમાં બેનામી સાહિત્ય ઉપરાંત મોટી રોકડ રકમ પણ અધિકારીઓને હાથ લાગી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે તો સર્ચ ઓપરેશન શનિવારે ત્રીજા દિવસ સુધી ચાલી સકે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી

(1:15 am IST)