સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th May 2022

આછા વાદળા-પવનના સૂસવાટા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં રાહત સાથે મિશ્ર હવામાન યથાવત

રાજકોટ, તા., ૨૮: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે. આખો દિવસ ઉકળાટનો અનુભવ થઇ રહયો છે જો કે ગરમીમાં સામાન્‍ય રાહતનો અનુભવ થઇ રહયો છે.
છેલ્લા થોડા દિવસોથી મહતમ તાપમાનનો પારો નીચે આવી ગયો છે અને લોકોને ગરમીમાં થોડી રાહત મળી  છે.જો કે આછા વાદળા અને પવનના સુસવાટા ફુંકાઇ રહયા છે.
આજે પણ રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સુસવાટા અને આછા વાદળા છવાયેલા છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૮.૧ ડીગ્રી, લઘુતમ ર૮.૮ ભેજ ૭૧ ટકા અને પવનની ઝડપ ૧ર કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

 

(12:13 pm IST)