સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

ભુજમાં હિટ એન્ડ રનમાં ડીવાઇડર ટપી બેકાબૂ કારે બાઇક ચાલકને હડફેટે લેતા મોત

રાત્રે બનેલા બનાવ બાદ રોડ ઉપર અફડાતફડીનો માહોલ : બેકાબૂ સ્પીડથી દોડાવાતા વાહનોથી ભયનો માહોલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : ભુજના રહેણાંક વિસ્તારમાં વાહનોની અવરજવરથી ધમધમતા માર્ગો ઉપર બેફામ ગતિથી દોડાવાતાં વાહનો લોકોમાં ભય સર્જી રહ્યા છે. આવા જ એક બનાવે મોડી રાત્રે બાઈક ચાલકનો ભોગ લીધો હતો.

ભુજ મુન્દ્રા રોડ ઉપર આઈયાનગર પાસે બનેલા હિટ એન્ડ રનના બનાવમાં બેકાબૂ કાર ડીવાઈડર કુદાવીને સામેના રસ્તા ઉપર પહોંચી હતી અને બાઈકચાલકને ઉલાળતા લોકોમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.

અકસ્માતના આ બનાવમાં બીએસએનએલના નિવૃત કર્મચારી અને સેવાભાવી કાર્યકર લક્ષ્મણ તેજાભાઇ દાફડા (ઉ.૬૮)નું કરૂણ મોત નિપજયું હતું. અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:38 am IST)