News of Wednesday, 28th July 2021
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા-પવનનાં સૂસવાટા સાથે હળવા ઝાપટા
વરસાદનું જોર ઘટયુઃ મિશ્ર હવામાન યથાવત
ગોંડલ : ગોંડલમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે અને વાદળછાયુ વાતાવરણ છવાયેલુ છે.
છેલ્લા ર૪ કલાક દરમિયાન માત્ર પ તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા છે. પવનના કારણે ગરમીમાં રાહત મળી છે
જો કે મિશ્ર હવામાનનો માહોલ છવાયેલો રહ્યો છે.
છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
અમરેલી
લીલીયા ર મી. મી.
કચ્છ
માંડવી ર મી. મી.
ગીર સોમનાથ
ઉના ર મી. મી.
કોડીનાર ર મી. મી.
જામનગર
જામજોધપુર ૧ મી. મી.
(11:36 am IST)