સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

નવાગામમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા પૂર્વ ધારાસભ્ય

કાલાવડઃ તાલુકાના નવાગામ ગામે રવિવારે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરીવાર અને નદી પાસે આવેલ દિવાલનું ધોવાણ થયેલ તેમજ જામવાળી ગામે પણ ભારે નુકશાનની સ્થિતિ સર્જાય. જે અંગે કાલાવડના પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા મુલાકાતે આવ્યા હતાં અને નીચાણવાળા વિસ્તાર તેમજ નદી કાંઠે દિવાલનું ધોવાણ થઇ તે સ્થળે જઇને મેઘજીભાઇ એ મુલાકાત લીધી હતી. આ તકે મેઘજીભાઇએ જણાવ્યું હતું કે, અધિકારી ને સુચના અપાઇ છે અને તાત્કાલિક ધોરણે આ પરીવારની મુલાકાત લે સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે પંચાયતની સ્વભંડોળમાંથી નદી કાંઠે દિવાલમાં ધોવાણ થયેલ છે ત્યાં માટીનો કાપની ભરતી કરવામાં આવે. (તસ્વીર/અહેવાલઃ હર્ષલ ખંધેડિયા-નવાગામ)  

(11:43 am IST)