જુનાગઢનાં બગડુ ગામે જૂગાર રમતા ૧૦ ઝડપાયાઃ એક ફરાર
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. જુનાગઢ તાલુકાનાં બગડુ ગામે જૂગાર રમતા ૧૦ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે જયારે એક ફરાર થઇ ગયો છે.
પોલીસે સ્મીત દિનેશભાઇ કાપડી બાવાજી ઉ.ર૦ ધંધો હીરા ઘસવાનો રહે., ભૌતીક કિશોરભાઇ રાબડીયા પટેલ ઉ.ર૩ ધંધો વેપાર રહે., રોહીત રાજેશભાઇ મકવાણા અનુ. જાતી ઉ.વ.ર૮, ધંધો હીરા ઘસવાનો રહે. અનિલ પ્રવિણભાઇ મકવાણા અનુ. જાતી ઉ.વ. ર૬ ધંધો મજૂરી રહે., નાઝીર જીવાભાઇ કુરેશી મુસ્લિમ ઉ.૩ર ધંધો મજૂરી રહે. કાનજી હીરાભાઇ ડોબરીયા ઉ.વ.૪૬ ધંધો મજૂરી રહે., રાહુલ રાજેશભાઇ મકવાણા અનુ. જાતી ઉ.વ.૩૦ ધંધો હીરા ઘસવાનો રહે. ભીમા નાનજીભાઇ ડોબરીયા પટેલ ઉ.વ.પ૮ ધંધો મજૂરી રહે., બચુ નારણભાઇ મકવાણા ખાંટ ઉ.વ.પ૮ ધંધો મજૂરી રહે., અરવિંદ છગનભાઇ ભુત પટેલ ઉ.૪પ ધંધો મજૂરી રહે. નાસીજનાર ઇસમ મનસુખ ખીમભાઇ મકવાણા રહે. તમામ બગડુ ગામ સામે કાર્યવાહી કરી છે.
આ કામગીરી જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવાર પોલીસ અધિ. રવીતેજા વાસમશેટી અને પો. ઇન્સ. એન. આઇ. રાઠોડ સુચના આધારે જુનાગઢ બી ડીવીજન પો. સ્ટે. ગુન્હા શોધક યુનિટના પો. હેડ કોન્સ. વિપુલભાઇ મંગેશભાઇ રાઠોડ તથા પો. કોન્સ. પરેશભાઇ બાવનભાઇ હુણ તથા મુકેશભાઇ મગનભાઇ તથા રઘુવીર બાવકુભાઇ વાળા તથા વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા તથા ભુપતભાઇ દાનાભાઇ ધુળાનાઓએ કરેલ છે.